કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનો દબદબાભેર પ્રારંભ.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

ખેડા- કપડવંજ-કઠલાલમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, લીંબુ ચમચી, કોથળાદોડની સ્પર્ધાઓ યોજાઈ.ખેડા લોકસભા વિસ્તારની તમામ વિધાનસભા વિસ્તારના ખેલાડીઓને આવરી લેતી સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૩નો દબદબાભેર પ્રારંભ થયો છે. શરૂઆતના તબક્કામાં ખેડા જીલ્લાના કપડવંજ,કઠલાલ અને ખેડા મુકામે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના આરંભે સ્પર્ધાના પ્રાયોજક કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ  દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી શુભેચ્છા આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ખેડાની એચ એન્ડ ડી પારેખ હાઈસ્કુલના પ્રાંગણમાં યોજાયેલી લીંબુ ચમચી, કોથળા દોડ જેવી રમતોના ઉદ્ઘાટન સમારંભમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સૌને ભારતના નાગરિકો માટેનું પ્રતિજ્ઞા પત્રનું પઠન કરાવ્યું હતું અને સાંસદ ખેલ સ્પર્ધાની તમામ રમતો પૂર્વે ખેલાડીઓ સહીત સૌ ઉપસ્થિતોને ભારતના પ્રતિજ્ઞા પત્રનું પઠન કરવા અને કરાવવા અપીલ કરી હતી અને રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતી નવતર પહેલ કરાવી હતી, અને જણાવ્યું હતું કે ગત વર્ષે ખેલાડીઓએ આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ વર્ષે પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ સાંસદોને પોતાના વિસ્તારમાં ખેલ સ્પર્ધાઓ યોજવાપ્રેરણા આપી હતી, જેના પગલે ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત આજની પેઢી રમતગમત તરફ વળે અને કેટલીક વિસરાઈ ગયેલી રમતો પણ મેદાનમાં જીવંત બને તેઉદ્દેશથી આ ખેલ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. રમતમાં હારજીત સાથે ખેલદિલીના ગુણોપણ વિકસે છે. જે જીવનમાં ખૂબ જરૂરી છે. આ ઉપરાંત રમતોથી શારીરિક અને માનસિકવિકાસ સાથે સંઘ અને સંગઠન ભાવના પણ મજબુત બને છે. આ પ્રસંગે મહેમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે પણખેલાડીઓ સહીત સૌને સંબોધન કરી સાંસદ ખેલ સ્પર્ધાને આવકારી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પીનાકીન રાજપૂત, સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કપડવંજના મુખીયાજી ગ્રાઉન્ડ તથા કઠલાલની શેઠ એમ.આર. હાઈસ્કુલનાપ્રાંગણમાં સાંસદ ખેલ સ્પર્ધા ૨૦૨૩ નો શુભારંભ થયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ, સંયોજક મનોજ ત્રિવેદી તથા હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!