દાહોદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન મોતના જે તે પોલિસ સ્ટેશને નોંધાયેલ ત્રણ બનાવોમાં ૨૦ વર્ષીય છોકરા સહિત ત્રણ જણાને જીવતર ટુંકાવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન મોતના જે તે પોલિસ સ્ટેશને નોંધાયેલ ત્રણ બનાવોમાં ૨૦ વર્ષીય છોકરા સહિત ત્રણ જણાને જીવતર ટુંકાવ્યાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢ તાલવુકાના વાવડીપાડા ગામની મુળ વતરી અને હાલ દાહોદ લક્ષ્મીનગર સોસાયટીના ભાડાના મકાનમાં રહેતી ૩૯ વર્ષીય કલ્પનાબેન નરેશભાઈ માળીએ ગતરોજ બપોરના બે વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર લીમડી માછણ નાળાના પુલ પરથી માછણનાળાની નદીમાં મોતનો ભુસ્કો મારી દઈ મોત વ્હાલું કરી લીધું હતું. જેની લાશ મળી આવતા લીમડી પોલિસે લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે લીમડી સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.જિલ્લામાં અકસ્માત મોતનો બીજાે બનાવ ધાનપુર તાલુકાના પાવ ગામે પટેલ ફળિયામાં બનવા પામ્યો હતો. જેમાં ધાનપુરના પાવ ગામના પટેલ ફળિયામાં રહેતા ૨૦ વર્ષીય કલ્પેશભાઈ કાળુભાઈ સંગોડ તેના મામાના ઘરે લગ્નમાં ગયો હતો અને ત્યાં તેમના ઘરથી થોડે દુર કોતરના ભાગે આવેલ બાવળીના ઝાડ પર દોરડું બાધી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું.આ સંબંધે મરણજનાર ૨૦ વર્ષીય કલ્પેશભાઈ સંગોડના પિતા ૫૦ વર્ષીય કાળુભાઈ વીરસીંગભાઈ સંગોડે ધાનપુર પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતાં પોલિસે ઘટના સ્થળે દોડી દઈ ગ્રામજનોની મદદથી મરણજનાર કલ્પેશભાઈ સંગોડની લાશનું પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે પોલિસે સી.આર.પી.સી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાઘળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે દાહોદ જિલ્લામાં અકસ્માત મોતનો ત્રીજાે બનાવ દે.બારીયા તાલુકાના ટીડકી ગામે ભે-ભાર વાળા ખેતરમાં ગતરોજ સવારના સાડા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં ટીડકી ગામે મંદીર ફળિયામા રહેતા ૩૯ વર્ષીય હેતલબેન કીરીટભાઈ બારીયાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ગામના ભે-ભાર વાળા ખેતરમાં આંબાના ઝાડની ડાળીએ સાડી વડે ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું.આ સંબંધે મરણજનાર હેતલબેન બારીયાના પિતા કીરીટભાઈ શંકરભાઈ બારીયાએ દે.બારીયા પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતાં આ સંદર્ભે પોલિસે સી.આર.પી.સી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.