દાહોદશહેર ના સિટી ગ્રાઉન્ડ ખાતે નગર પાલિકાદ્વારા આયોજિતઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના દાહોદશહેર ના સિટી ગ્રાઉન્ડ ખાતે નગર પાલિકાદ્વારા આયોજિતઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે જે તા.૦૩/૦૫/૨૦૨૩ ને બુધવારના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી પ્રારંભ કરશે . જેનું સમાપન તા.૦૪/૦૫/૨૦૨૩ ને ગુરુવારના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે થનાર છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા કરવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, સુધીર લાલપુરવાલા પૂર્વ જિલ્લા પ્રમુખ બીજેપી, ભરતસિંહ સોલંકી દાહોદ જિલ્લા ભાજપ મંત્રી અને પ્રભારી તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, ડી.ઓ. દાહોદ જિલ્લા રમત-ગમત અધિકારી અમરસિંહ રાઠવા , Dy. S.P જગદીશ બાંગરવા ઉપસ્થિત રહેશે.ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 દાહોદ નગર પાલિકા ના રમત ગમત ચેરમેન ફાતેમા કપૂર દ્વારા યોજવામાં આવ્યું છે જેમાં મીડિયા પાર્ટનર તરીકે સિંધુ ઉદય ન્યૂઝ આપને ભાવ ભર્યું આમઁત્રણ પાઠવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: