દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ સમાજ સુરક્ષા વિભાગે ગરબાડા તાલુકાના નવા ગામ ખાતે ચાલી રહેલા બાળ લગ્ન અટકાવ્યા.

સિંધુ ઉદય

જિલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સ્થાનિક પોલીસની સાથે લઈ સગીરાના ઘરે પહોંચી પરિવારજનોને સમજાવતા બંને પરિવારોએ સંમતિથી બાળ લગ્ન અટકાવી દીધા.ગરબાડા તાલુકાના નવાગામે બાળ લગ્ન થતા હોવાની જાણ જિલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ તંત્ર સાથે મળી નવાગામ ખાતે ચાલતા લગ્ન પ્રસંગમાં પહોંચી આ બાળ લગ્ન અટકાવ્યા હતા.અને યુવતી અને યુવકના બંને પરિવારોને સમજાવટ કરતા આખરે બંને પરિવારોની સંમતિથી આ બાળ લગ્ન થતાં અટકી ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાગામ ખાતે રાજેશભાઈ છત્રસિંહ રાઠોડની સગીર વયની પુત્રીના લગ્ન આજરોજ લગ્ન થવાના હતા.અને તે યુવતીની જાન નગરાળા ખાતેથી આવતી હોવાની જાણ બાળ સુરક્ષા એકમ તેમજ સમાજ સુરક્ષા વિભાગને થતા તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી લગ્ન સ્થળ પર જવા રવાના થયાં હતા. ત્યારે લગ્ન પ્રસંગમાં નગરાળાથી નીકળી નવાગામ ખાતે લગ્ન મંડપમાં જાન આવી ગઈ હતી.અને લગ્નની પ્રસંગની તૈયારીઓ ચાલતી હતી.તે સમયે લગ્ન મંડપમાં પહોંચેલી બાળ સુરક્ષા એકમના તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે આ બાળ લગ્ન થતા અટકાવ્યા હતા. અને યુવક યુવતીના બંને પરિવારજનોને સમજાવટ કરી આ બાળ લગ્ન અટકવાતા લગ્ન કરવા આવેલી જાણ વિલા મોઢે પરત ફરી હતી.અને આ બાળ લગ્ન થતા અટકી ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ટાઇટલ .ગરબાડા તાલુકામાં બાળ લગ્ન અટકાવવા માં આવ્યા.વિગત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ ૧૮ વર્ષ થી ઓછી ઉંમર ની દીકરી અને ૨૧ વર્ષથી ઓછી ઉંમર ના દીકરાના લગ્ન કરવા કે કરાવવા એ કાયદેસરનો ગુનો બને છે એવા સગીર વયના બાળકોના લગ્ન ગરબાડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં થવાના છે તેવી માહિતી મળતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન તેમજ ગરબાડા પીએસઆઇ જે.એલ. પટેલના સહયોગથી ટીમ બનાવી પોલીસ વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી , જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન 1098 દ્વારા બાળ લગ્ન અટકાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!