દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વાંદર ગામે રોડ પર પુરપાટ દોડી આવતા પેસેંજર ભરેલ છકડો પલ્ટી ખાઈ જતાં સર્જાયો અકસ્માત.

સિંધુ ઉદય

દાહોદ તા.૩દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વાંદર ગામે રોડ પર પુરપાટ દોડી આવતા પેસેંજર ભરેલ અતુલ જેમ થ્રી વ્હીલ છકડો તેના ચાલકની ગફલતને કારણે પલ્ટી ખાઈ જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં છકડામાં પાછળની સીરમાં બેઠેલ વાંદર ગામની ૬૪ વર્ષીય વૃધ્ધાનું માથાના ભાગે થયેલી ગંભીર જીવલેણ ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે છકડામાં બેઠેલા બીજા પેસેંજરોને પણ શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી જ્યારે છકડાનો ચાલક તેનો છકડો સ્થળ પર મૂકી નાસી ગયાનું જાણવા મળ્યું છે.એક છકડા ચાલક તેના કબજાના જીજે-૨૦ ડબલ્યું ૩૬૩૫ નંબરના અતુલ જેમ થ્રી વ્હીલ છકડામાં ગઈકાલે સવારે સાતેક વાગ્યાના સુમારે પેસેંજરો બેસાડી છકડો પુરઝડપે અન ગફલત ભરી રીતે હંકારી લઈ આવી છકડાની વધુ પડતી ઝડપને કારણે ચાલકે છકડાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડા રોડ પર પલ્ટી ખાઈ ગયો હતો જેને કારણે છકડામાં પાછળની સીટમાં બેઠેલ વાંદર ગામના તળાવ ફળિયાના ભારૂભાઈ માવસીંગભાઈ બારીયાની પત્ની ૬૪ વર્ષીય રમતીબેન બારીયાને માથાના ભાગે ડાબી બાજુ બોંચી ઉપર ગંભીર ઈજાઓ થતાં તેમજ ડાબી આખની ભ્રમર પર તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સથળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે છકડામાં બેઠેલા અન્ય પેસેંજરોને શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી જ્યારે છકડાનો ચાલક તેના કબજાનો છકડો સ્થળ પર મૂકી નાસી ગયો હતો.આ સંબંધે વાંદર ગામના તળાવ ફળિયાના ટીનુભાઈ ભારૂભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે અતુલ જેમ થ્રી વ્હીલ છકડાના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: