દાહોદ જિલ્લામાં ગઈકાલે જુદી જુદી જગ્યાએ બનેલા આકસ્મીક મોતના બે બનાવોમાં બે જણાના અકાળે મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

સિંધુ ઉદય

દાહોદ જિલ્લામાં ગઈકાલે જુદી જુદી જગ્યાએ બનેલા આકસ્મીક મોતના બે બનાવોમાં બે જણાના અકાળે મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લામાં આકસ્મીક મોતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ગઈકાલે સવાર આઠ વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના રાબડાળ ગામે, ચામુંડા મંદીર પાછળ બનવા પામ્યો હતો જેમાં ઝારખંડના તીલૈયા ગામના મુળ વતની અને હાલ રાબડાળ ૧૩૨ જી.ઈ.બી.ના સ્ટાફ કવાટર્સમાં રહેતા ૨૭ વર્ષીય છોટુ હાસદાફાગુ માઝી નામનો શ્રમીક ચેતનભાઈ વખતસિંહ કામોળ નામના તેના સુપરવાઈઝર સાથે રાબડાળ ગામે ચામુંડા માતાના મંદિર પાછળ લાઈનનું કામ કરી રહ્યા હતા તે દરમ્યાન છોટુ હાસદા ફાગુ માંઝી જીઈબીના થાંબલા પર ચઢી કામ કરી રહ્યો હતો તે દરમ્યાન તેને આકસ્મીક રીતે વીજ કરંટ લાગવાથી તે થાંભલા પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ સંબંધે દાહોદ તાલુકા પોલિસે આકસ્મીક મોતના ગુનાના કાગળો કરી આગળ વધુ તપાસ હાથધરી છે.જ્યારે જિલ્લામાં આકસ્મીક મોતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના છાસીયા ગામે બપોરના સાડાબાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં છાશીયા ગામના સુવર ફળિયામાં રહેતો ૧૬ વર્ષીય અંકીતભાઈ જવસીંગભાઈ સુવર અનાસ નદીના પાણીમાં ઢોરોને પાણી પીવડાવવા માટે નદીના કિનારે જતાં અકસ્માતે પગ લપસી જતા નદીના ઉંડા પાણીમાં પડતાં ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતું.આ સંબંધે છાથીયા ગામના બાબુભાઈ દીપાભાઈ સુવરે ઝાલોદ પોલિસને જાણ કરતાં ઝાલોદ પોલિસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: