સગીરાપર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

મહેમદાવાદ તાલુકાના શત્રુડા ગામનો અર્જુન દીપાભાઈ ડાભી ૧૫ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ રાત્રે ૧૪ વર્ષની સગીરાને ભગાડી જઈ તેને મોડાસામાં એક મકાનમાં રાખી સગીરાપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાતા તે કેસ નડિયાદના સેશન્સ કોર્ટના જજ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ પી.આર. તિવારી, મદદનીશ સરકારી વકીલ જી.વી.ઠાકુરની દલીલો, ૧૦ સાક્ષીની જુબાની, ૨૨ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલની દલીલને ધ્યાને લઈ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો ફ૨માવી. શખ્સને આઇપીસીકલમ ૩૬૩ના ગુનામાં પાંચ વર્ષની સજા, પાંચ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સજા, કલમ ૩૬૬ના ગુનામાં પાંચ વર્ષની સજા, પાંચ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સજા, કલમ ૩૭૬(૨)(N)ના ગુનામાં દસ વર્ષની સજા, દસ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૧વર્ષનીસખત કેદ, કલમ ૩૭૬(૩)ના ગુનામાં વીસ વર્ષની સજા, વીસ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખત કેદ, પોકસોએકટની કલમ ૩(એ)૪ મુજબ ૧૦ વર્ષની સખત કેદ, ૧૦ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદ, પોકર્સોએકટની કલમ પ(L) મુજબ ૧૦ વર્ષની સખત કેદ, ૧૦ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજા, ભોગ બનનારને ૫૦ હજાર નું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: