બોરિયાલા ગામની ૧૯ વર્ષીય યુવતી ગુમ થતાં પિતાએ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી.
વનરાજ ભુરીયા ગરબાડા
બોરિયાલા ગામની ૧૯ વર્ષીય યુવતી ગુમ થતાં પિતાએ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી.ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના ગુંદરા ફળિયા ની રહેવાસી જેમિકાબેન નરેશભાઈ ચંદુભાઈ ગત તારીખ ૨૧/૦૩/૨૦૨૩ ના રોજ પોતાના ઘરે થી સાંજના સમયે કોઈને કંઈ પણ કહ્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યાર પછી પરત ના ફરતા જેમિકાબેન પરમારના પિતા નરેશભાઈ ચંદુભાઈ એ પોતાની પુત્રી ઘરેથી નીકળી ગઈ હતી તેની આસપાસ તેમજ સગા સંબંધીઓમાં તપાસ કરતા ન મળી આવતા તારીખ ૦૩/૦૫/૨૦૨૩ ના રોજ ગરબાડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.


