હાથજ ગામે માતા મરણ – માતા અને બાળક તંદુરસ્ત રહે, અન્વયે ગુરુ શિબિર યોજાઇ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
હાથજ ગામે માતા મરણ – માતા અને બાળક તંદુરસ્ત રહે, અન્વયે ગુરુ શિબિર યોજાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહોળેલ ના સબ સેન્ટર હાથજ ગામે માતા મરણ – માતા અને બાળક તંદુરસ્ત રહે એ. અન્વયે ગુરુ શિબિર યોજાઇ જેમાં મા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધ્રુવે , મા. તાલુકા હેલ્થ ઓફિસર ડો. અમીન સાહેબ, DICO મેઘા , તાલુકા હેલ્થ સુપરવાઇઝર મેકવાન વગેરે અધિકારી આ શિબિરમાં હાજર રહ્યા અને માતા અને બાળક બને તંદુરસ્ત રહે એ અંગે શાદી અને સરળ ભાષા માં લોક જાગૃતિ માર્ગદર્શન આપવામાં આવેલ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહોળેલ ના મેડીકલ ઓફિસર ડો. ઠાકર ના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર જસમીનકુમાર શર્મા, HWC ટીમ હાથજ ના CHO સંદીપ ભાઈ, MPHW જીગ્નેશ ભાઈ સ્ટાફ ના બહેનો, ભાઈ ઓ આશા, ફેસીલેટર વગેરે ટીમ વર્ક થી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો.