દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તાઓ પહોંળા કરવાની કામગીરીના પગલે દબાણો દુર કરવાનું ગઈકાલથી શરૂં કરી દેવામાં આવ્યું છે ત્યારે વેપારીઓમાં ભય સાથે ચિંતાનો માહોલ પણ સર્જાયો છે.
સિંધુ ઉદય
દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તાઓ પહોંળા કરવાની કામગીરીના પગલે દબાણો દુર કરવાનું ગઈકાલથી શરૂં કરી દેવામાં આવ્યું છે ત્યારે વેપારીઓમાં ભય સાથે ચિંતાનો માહોલ પણ સર્જાયો છે. ગઈકાલે ગોધરા રોડથી દેસાઈવાડા સુધી મોટા ભાગના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યાં હતાં. આજરોજ ગોધરા રોડઅને ગોદીરોડ ઉપરના દબાણો પણ દુર કરવામાં આવ્યાં હતાં ત્યારે આજરોજ વેપારી એસોશીએશન દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર, એસ.ડી.એમ. તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું અને આ મામલે વેપારી મંડળે તેઓની મુખ્ય રજુઆતો રજુ કરી હતી. વેપારીઓ ધંધો રોજગારથી વિહોણા ન થાય, ધંધા, રોજગાર વગર રજળતા ન થઈ જાય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.દાહોદ શહેર સ્માર્ટ સીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે ગોધરા રોડથી દેસાઈવાડા સુધીના ગેરકાયદેસર દબાણો જેસીબી મશીનથી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આજરોજ પણ આ કામગીરી કરવામાં આવી હતી અને તંત્રના જેસીબી મશીન સાથે દાહોદ શહેરના ગોદી રોડ પર ધામા નાંખ્યાં હતાં. ગોડી રોડ પર પણ ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી આરંભ કરવામાં આવી છે ત્યારે આજરોજ દાહોદના વેપારી મંડળ એસોશીએશન દાહોદ જિલ્લાના કલેક્ટર, દાહોદ એસ.ડી.એમ. અને દાહોદ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપી જણાવ્યુ હતું કે, ૧૦૦૦થી વધુ દુકાનો દાહોદ નગરપાલિકાના હક્કોમાં આવેલ છે. આ દુકાનો પર ૨૦૦૦થી વધુ વેપારીઓ અને તેની સાથે સાથે તેમાં કામ કરતાં વ્યક્તિઓ અને તેમનો પરિવાર નિર્ભર છે. આ દુકાનો છીનવાઈ જશે તો પરીવારો બરબાદ થઈ જશે, આ દુકાનો ૫૦ વર્ષ જુની છે. પાલિકાના તમામ વેરાઓ પણ ભરવામાં આવે છે, આ દુકાનો પોતાની આજીવીકાનું એકમાત્ર સાધન છે, આ દુકાનો છીનવાઈ જશે તો તેઓ રોજગાર ધંધા વિહોણા થઈ જશે, બેન્કોમાંથી લીધેલ લોનો ચુકવવામાં પણ તકલીફ પડશે, તેઓ દેવાદાર બની જશે, પરિવારો બરબાદ થઈ જશે, તેઓના દેવાઓનું ભરપાઈ કોણ કરશે, આ તમામ પ્રશ્નો વેપારીઓને સતાવી રહ્યાં છે માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી વેપારીઓ દ્વારા તંત્ર સમક્ષ રજુઆત કરી હતી.