દાહોદ તાલુકાના ઈનામી બોરડી ગામે સવારે એક ખેતરમાં બે ભેસ અને એક પાડો મરણ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સિંધુ ઉદય
દાહોદ તાલુકાના ઈનામી બોરડી ગામે ગતરોજ સવારે એક ખેતરમાં પાણી પીવા ગયેલ બે ભેસ અને એક પાડો મળીને કુલ ત્રણ મુંગા પશુઓ ખેતરમાંથી મરણ ગયેલ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઈનામી બોરડી ગામના ઈન્દીરા આવાસ ફળિયામાં રહેતા ૨૧ વર્ષીય વીરલભાઈ વસનાભાઈ ભુરીયાની બે ભેંસો તથા એક પાડો મળી રૂપિયા ૫૬૦૦૦ની કિંમતના ત્રણ મુંગા ઢોર ગઈકાલે સવારે સાડા નવ વાગ્યાના સુમારે ખેતર બાજુ પાણી પીવા ગયા હતા. જે મુંગા ઢોર કોઈક કારણથી મોતને ભેટ્યા હતા. આ સંબંધે બોરડી ઈનામી ગામના ઈન્દીરા આવસ ફળિયામાં રહેતા વીરલભાઈ વસનાભાઈ ભુરીયાએ કતવારા પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતા પોલિસે આ મામલે જાણવાજાેગ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

