ગરબાડા તાલુકાના છરછોડા ગામે ખેડા ફળિયામાં મોટર સાયકલ ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું .
ગરબાડા તાલુકાના છરછોડા ગામે ખેડા ફળિયામાં ત્રાટકેલ બાઈકચોર ટોળકી એક ઘરના આંગણામાં સ્ટેરીંગ લોક મારી મૂકેલ રૂપિયા ૫૫,૦૦૦ની કિંમતની મોટર સાયકલ ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.ગત તા. ૩૦-૩-૨૦૨૩ના રોજ રાત્રીના સમયે બાઈક ચોર ટોળકી ગરબાડા તાલુકાના છરછોડા ગામે ખેડા ફળિયામાં ત્રાટકી હતી અને પોતાનો કસબ અજમાવી છરછોડા ગામે ખેડા ફળિયામાં રહેતા મનસુખભાઈ પાંગળાભાઈ ડામોરની તેના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી મૂકેલ રૂપિયા ૫૫૦૦૦ની કિંમતની હોન્ડા કંપનીની નવી સાઈન મોટર સાયકલનું લોક તોડી મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા.આ સંબંધે છરછોડા ગામના ખેડા ફળિયામાં રહેતા મનસુખભાઈ પાંગળાભાઈ ડામોરે નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.