ઝાલોદ એસ.ટી.ડેપો દ્વારા તલાટી ક્રમ મંત્રીની તા.૦૭-૦૫-૨૦૨૩ ને પરીક્ષા દરમિયાન એક્સ્ટ્રા બશોની વ્યવસ્થા કરવામાં આવી.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ એસ.ટી.ડેપો દ્વારા તલાટી ક્રમ મંત્રીની તા.૦૭-૦૫-૨૦૨૩ ને પરીક્ષા દરમિયાન એક્સ્ટ્રા બશોની વ્યવસ્થા કરવામાં આવી દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી.ડેપો દ્વારા તલાટી ક્રમ મંત્રીની પરીક્ષા દરમિયાન ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી પરીક્ષા આપવા આવનાર કોઈ પણ વ્યક્તિને અવરજવર કરવાની કોઈ પણ જાતની તકલીફ ન પડે. ઝાલોદ એસ.ટી ડેપો મેનેજર મુનિયા દ્વારા એક બસ રૂટની યાદી બહાર પાડવામાં આવેલ છે તે મુજબ સંતરામપુર, બાલાસિનોર, કઠલાલ,અમદાવાદના રૂટ પર ઝાલોદ- કડી સવારે 5 વાગે , ઝાલોદ- અમદાવાદ સવારે 5-30 વાગે, દાહોદ-પાટણ સવારે 5.40 ,કુશળગઢ-અમદાવાદ સવારે 6.30 વાગે, ઝાલોદ-અમદાવાદ સવારે 7 વાગે ,ઝાલોદ-અમદાવાદ સવારે 7.30 ,ઝાલોદ-ગાંધીધામ સવારે 8 વાગે સંતરામપુર થઇ બાલાસિનોર રૂટ પર રેગ્યુલર ઉપડે છે. ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી-કમ મંત્રી ) ની પરીક્ષા માટે તારીખ 07-05-2023 નાં રોજ જે એકસ્ટ્રા બસ મુકેલ છે તે આ મુજબ છે. ઝાલોદ-વડોદરા ( લીમડી, ગોધરા,હાલોલ) સવારે 5 વાગે, ઝાલોદ-બીલીમોરા ( લીમડી, ગોધરા, હાલોલ, વડોદરા, અંકલેશ્વર, કીમ, કામરેજ, સુરત)સવારે 5.15 વાગે, ઝાલોદ-સોનગઢ ( લીમડી, ગોધરા, હાલોલ, વડોદરા અંકલેશ્વર, કીમ, કામરેજ, સુરત, બારડોલી) સવારે 5.30 વાગે, ઝાલોદ-વડોદરા ( લીમડી, ગોધરા, હાલોલ)સવારે 5.45 વાગે, ઝાલોદ-નવસારી ( લીમડી, ગોધરા, હાલોલ, વડોદરા, અંકલેશ્વર, કીમ, કામરેજ, સુરત) સવારે 6.30 વાગે, ફતેપુરા-વલસાડ ( લીમડી, ગોધરા, હાલોલ, વડોદરા, અંકલેશ્વર, કીમ, કામરેજ, સુરત, નવસારી) સવારે 06.45 વાગે, ઝાલોદ-જંબુસર ( લીમડી, ગોધરા, હાલોલ, વડોદરા, પાદરા ) સવારે 7.15 વાગે, ઝાલોદ-વલસાડ ( લીમડી, ગોધરા, હાલોલ, વડોદરા, અંકલેશ્વર, કીમ, કામરેજ, સુરત, નવસારી) સવારે 7.30 વાગે ,ઝાલોદ-ઓલપાડ ( લીમડી, ગોધરા, હાલોલ, વડોદરા, અંકલેશ્વર, કીમ, કામરેજ, સુરત) સવારે 7.40 વાગે આટલી એકસ્ટ્રા બસની વ્યવસ્થા ઝાલોદ ડેપો મેનેજર મુનિયા કરવામાં આવેલ છે.