જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષા પારદર્શકતા-શાંતિ-સલામતી સાથે યોજવા વહીવટી તંત્ર સુસજ્જ–કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી.
સિંધુ ઉદય
જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષા પારદર્શકતા-શાંતિ-સલામતી સાથે યોજવા વહીવટી તંત્ર સુસજ્જ – કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી જિલ્લામાં ૫૯ કેન્દ્રો ખાતે ૨૧૦૯૦ ઉમેદવારો આપશે તલાટી કમ મંત્રીની પરીક્ષા પરીક્ષા કેન્દ્રના પ્રવેશતા જ ૫૯ હાઇ મેગા પિકસલ કેમેરા ઉપરાંત ૮૬૦ જેટલા સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રખાશે ઉમેદવારોને કોઇ પણ તકલીફ કે મુંઝવણ હોય તો હેલ્પ લાઇન નં. ૦૨૬૭૩ – ૨૩૯ ૧૩૭ ઉપર સંપર્ક કરી શકાશે દાહોદ, તા. ૬ જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આગામી રવિવારે યોજાનારી ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની પરીક્ષા સંદર્ભે વહીવટી તંત્રની સજ્જતા બાબતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. કલેક્ટર ડો. ગોસાવીએ પરીક્ષા શાંતિ, સલામતી અને પારદર્શકતા સાથે યોજાઇ એ માટે વહીવટી તંત્ર સુસજ્જ હોવાનું જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લામાં આ પરીક્ષા દાહોદ, ઝાલોદ, લીમખેડા અને દેવગઢ બારીયા તાલુકાના ૫૯ કેન્દ્રો ઉપર યોજાવાની છે. જિલ્લામાં કુલ ૨૧૦૯૦ ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ૬૪ જેટલા આયોગના પ્રતિનિધિ,૫૯ કેન્દ્ર નિયામક,૫૯ સીસીટીવી ઓબ્ઝર્વર, ૨૫૭ તકેદારી સુપરવાઇઝર, ૭૭૩ ઇન્વીજીલેટર, ૩૦ રૂટ સુપરવાઇઝર, ૩૦ આસી રૂટ સુપરવાઇઝર ફરજ બજાવશે. તેમણે ઉમેર્યું કે, પરીક્ષા કેન્દ્રો ખાતે વર્ગખંડ, લોબી વગેરે થઇને કુલ ૮૬૦ જેટલા સીસીટીવી કેમેરા રહેશે. જેથી પરીક્ષા સંપૂર્ણ પારદર્શકતા સાથે યોજાઇ. ઉપરાંત ૫૯ જેટલા હાઇ મેગા પીક્સલ કેમેરા પણ દરેક કેન્દ્રના પ્રવેશ સ્થળે લગાવવામાં આવ્યા છે. કલેક્ટર ડો. ગોસાવીએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા શાંતિ અને સલામતી સાથે યોજાઇ એ માટે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટોન્ગ રૂમ ખાતે પણ રાઉન્ડ ધ કલોક પોલીસની ચુસ્ત બંદોબસ્ત રહેશે.તેમણે ઉમેર્યું કે, ઉમેદવારો શાંતિ તેમજ સુવિધા સાથે પરીક્ષા આપી શકે એ માટેની તમામ વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ખાતે કરવામાં આવી છે. ઉમેદવારો એ વાતની ખાસ કાળજી રાખે કે પરીક્ષા સ્થળે સમયસર પહોંચી જાય તેમજ કોઇ પણ જાતના ઇલેક્ટ્રોનિક સાધનો સાથે લાવી શકશે નહીં તે બાબતનું ખાસ ધ્યાન રાખે. ઉમેદવારો માટે એસટી સ્ટેશને માહિતી મળી તેની પણ એનાઉન્સમેન્ટ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ઉમેદવારોને પરીક્ષાની શુભેચ્છાઓ પણ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું કે, પ્રવેશ સમય તમામ ઉમેદવારો (મહિલા સહિત)નું પોલીસ દ્વારા ૧૦૦% ફિસ્કિંગ કરવામાં આવશે. પ્રવેશ માટે ઉમેદવારને કોલ લેટર, નિયત કરેલ (અસલ ઓળખ પત્ર) અને પેન લઈ જઈ શકશે. અન્ય કોઈપણ સાહિત્ય, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયર ફોન, વગેરે ઇલેક્ટ્રોનિક ગેઝેટ પ્રતિબંધિત છે.તેમણે જણાવ્યું કે, પરીક્ષા સાથે જોડાયેલા તમામ સ્ટાફની તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. તંત્ર પરીક્ષા પારદર્શકતા, સુરક્ષા અને શાંતિથી યોજવા માટે સજ્જ છે. ઉમેદવારો નિંશ્ચિંત થઇને પરીક્ષા આપે તેમને કોઇ પણ મુંઝવણ હોય તો તેઓ આ હેલ્પલાઇન નંબર – ૦૨૬૭૩ ૨૩૯ ૧૩૭ ઉપર સંપર્ક કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.



