નડિયાદ સહિત અલગ અલગ જગ્યાએથી ૭ વાહનોની ચોરી કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ સહિત અલગ અલગ જગ્યાએથી ૭ વાહનોની ચોરી કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે અગાઉવાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી માં પકડાયેલ રીઢો વાહન ચોર હાલ તેના ઘરે મિત્રાલ ગામે આવેલ છે. અનેબસ સ્ટેશન પાસે ઉભો છે. હાલ માં તેણે કેટલીક મોટર સાઇકલો ચોરી કરી લાવી તેના ઘર આગળ મુકી રાખેલ છે. જે બાતમી વાળો ઇસમ મિત્રાલ બસ સ્ટેશન પાસેથી એક મોટર સાઇકલ સાથે મળી આવતાતેને પકડી પુછતાછ કરતાં તેણે પોતાનુ નામ સિરાજખાન ઉર્ફે સીરીયો યુસુફખાન યાસીનખાન પઠાણ રહે.મિત્રાલ,વસો હાલ રહે. ભાડાના મકાન માં ગોધરા જી. પંચમહાલ હોવાનું જણાવેલ જે ઇસમ પાસેની મોટર સાઇકલ ની માલીકી તેમજઆર.ટી.ઓ. ને લગતા કાગળો માંગતા ન મળતાં ઇસમના ઘરે જઇ તપાસ કરતા તેના ઘરની બાજુમાથી કુલ ૭ વાહનો મળી આવતા સદર વાહનોની પુછરપરછ કરતા તેને વાહનચોરીના ગુનાઓની કબુલાત કરેલ હતી. જે વાહનો (૧) આજથી આસરે ૧૦ દિવસ પહેલા નડીયાદ મહાગુજરાત હોસ્પીટલ પાસેથી હિરો સ્પ્લેન્ડર પ્લસ (૨) નડીયાદ પીજ ભાગોળ, રાધા સ્વામી હોસ્પીટલ પાસેથી હિરો (૪) કણજરી ગામેથી હિરો એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ (૫) કાલોલ મુકામેથી હિરો સ્પ્લેન્ડર આઇ સ્માર્ટ મોટરસાયકલ (૬) ગોધરા શહેર ખાતેથી હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરેલ. (૭) વાણીયાવાડ સર્કલ પાસેથી હોન્ડા ડીઓ મોપેડ ટુ વ્હીલર ની ચોરી કરેલ. આમ આ ઇસમ પાસેથી કુલ મોટરસાયકલ ૭ જેની કુલ કિમત રૂ.૨ લાખ ૭૫ હજાર તથા અંગજડતીના રોકડા રૂ.૧૫ હજાર કુલ રૂ.૨ લાખ ૯૦ હજાર નો મુદ્દામાલ મળી આવતા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.