જાનૈયાની કાર અને શ્રમજીવીઓ બેઠેલા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતાં બેના મૃત્યુ.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

જાનૈયાની કાર અને શ્રમજીવીઓ બેઠેલા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતાં બેના મૃત્યુ કપડવંજ પાસે  આંત્રોલી ગામ નજીક જાનૈયાની કાર અને શ્રમજીવીઓ બેઠેલા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે શ્રમજીવીઓના મોત નિપજ્યા છે. જ્યારે ૧૦ શ્રમજીવી ઘાયલ થયા છે. આતરસુંબા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજના લખાભગતના મુવાડામાં રહેતાં વિનોદભાઈ મોહનભાઈ સોલંકી ગુરૂવારના રોજ સાંજના સમયે કપડવંજ તાલુકાના ચરેડ ગામેથી  પીકઅપ ડાલું માં ૧૨ જેટલા શ્રમિકોને બેસાડીને મિર્ઝાપુર ગામે જવા નીકળ્યાં હતાં. મોડી સાંજે  પીકઅપ ડાલુ કપડવંજના આંત્રોલી ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પરના નાળા પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવતી જાનૈયાની કાર ના ચાલકે એકદમ ડાલાની ખાલી સાઈડના પાછળના ટાયરના ભાગે ધડાકાભેર અથડાવ્યુ હતું. અને પીકઅપ ડાલું રોડ પર પલ્ટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં પીકઅપ ડાલામાં સવાર ૧૦ શ્રમિકો તેમજ ચાલક વિનોદભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે બે શ્રમિકો વિનોદભાઈ અને જયંતિભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુકી સારવાર દરમિયાન વિનોદભાઈ અને જયંતિભાઈનું  મોત નિપજ્યું હતું. આ મામલે પીકઅપ ડાલાના ચાલક વિનોદભાઈ સોલંકીની ફરીયાદને આધારે આતરસુંબા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: