દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની સાગટાળા પોલિસે ગતરોજ બપોરે બાજરીવાળા ખેતરમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી

સિંધુ ઉદય

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની સાગટાળા પોલિસે ગતરોજ બપોરે દેવગઢ બારીઆના સીમલાધરી ગામે ડાયરા ફળિયામાં રહેતા બુટલેગરના બાજરીવાળા ખેતરમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી ખેતરમાંથી રૂપિયા ૪૨ હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી કબજે લીધો હતો જ્યારે પોલિસની રેડ સમયે બુટલેગર સ્થળ પર હાજર ન હોવાથી પોલિસ તેને પકડી શકી ન હોવાનું જાણવા મળ્યું છે.દેવગઢ બારીઆ સીમળીયાધસી ગામના ડાયરા ફળિયામાં રહેતા વિજયભાઈ જીતાભાઈ બારીયા નાના બુટલેગરના બાજરીવાળા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડૈીને રાખેલ હોવાની બાતમી સાગટાળા પોલિસને મળી હતી જે બાતમીના આધારે સાગટાળા પોલિસે સીમળાધસી ગામે ડાયરા ફળિયામાં રહેતા બુટલેગર વિજયભાઈ બારીયાના બાજરીવાળા ખેતરમાં ગતરોજ બપોરના દોઢ વાગ્યાના સુમારે ઓચિંતી પ્રોહી રેડ પાડી હતી. ખેતરમાંથી રૂપિયા ૩૯,૧૬૮ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ રોયર સ્ટેશ્યલ ફાઈન વ્હીસ્કીના ૧૮૦ મીલીના પ્લાસ્ટીકના કવાર્ટર નંગ-૩૮૪ ભરેલ પેટી નંગ-૮ તથા રૂપિયા ૩૧૨૦ ની કુલ કિંમતના બ્લેકફોર્ટ બીયરના ૫૦૦ મીલીના પતરાના ટીન નંગ-૨૪ બરેલ પેટી નંગ-૧ મળી કુલ રૂપિયા ૪૨,૨૮૮ની કુલ કિંમતની વિદેશી દારૂ-બીયરની કુલ પેટીઓ નંગ-૯ પકડી પાડી કબજે લીધી હતી જ્યારે પોલિસની રેડ દરમ્યાન બુટલેગર વિજયભાઈ જીતાભાઈ બારીયા સ્થળ પર હાજર ન હોવાથી તેને પોલિસ પકડી શકી ન હતી.આ સંબંધે સાગટાળા પોલિસે સીમળાધસી ગામના ડાયરા ફળિયામાં રહેતા બુટલેગર વિજયભાઈ જીતાભાઈ બારીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: