પરણિત મહિલાને પેટ્રોલ પંપ બનાવવા માટે બાપના ઘરેથી દશ લાખ રૂપિયા લાવવા અવાર નવાર દબાણ કરી મારઝુડ કરી પતિ તથા અન્ય એક મહિલા દ્વારા ગુજારાતા શારિરીક માનસીક ત્રાસથી વાજ આવેલ મુસ્લીમ પરણીતાએ
દાહોદ, તા.રર
દાહોદ શહેરમાં રહેતી એક પરણિત મહિલાને પેટ્રોલ પંપ બનાવવા માટે બાપના ઘરેથી દશ લાખ રૂપિયા લાવવા અવાર નવાર દબાણ કરી મારઝુડ કરી પતિ તથા અન્ય એક મહિલા દ્વારા ગુજારાતા શારિરીક માનસીક ત્રાસથી વાજ આવેલ મુસ્લીમ પરણીતાએ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવી ન્યાયની ગુહાર લગાવ્યાનું જાણવા મળેલ છે.
દાહોદ ગોવિંદનગર આશિર્વાદ હોસ્પીટલની સામે સબનમબેનના લગ્ન બે વર્ષ અગાઉ દાહોદ, ગોવિંદ નગર આશિર્વાદ હોસ્પીટલની સામે રહેતા ઝુલ્ફીકાર હબીબભાઈ ટેણા સાથે સમાજની રીતે થયા હતા અને લગ્ન બાદ પંદરેક દિવસ સારી રીતે રાખ્યા બાદ પતિ ઝુલ્ફીકાર ટેણાનું પોત પ્રકાશ્યું હતુ અને ઝુલ્ફીકારે પત્ની સબનમબેનને તારે અહી નોંકરાણીની જેમ રહેવુ પડશે. તેમ કહી ગાળો બોલી મારઝુડ કરી તેમજ પેટ્રોલ પંપ બનાવવાનો છે અને તારા બાપાએ દહેજમાં કાંઈ આપેલ નથી તારે ઘરમાં રહેવું હોય તો તારા બાપના ઘરેથી દશ લાખ રૂપિયા લઈ આવ તેમ કહી અવાર નવાર દબાણ કરી દહેજની માંગણી કરી જાનથી મારી નાખવાની ધાકધમકી આપતા અવાર નવારના ત્રાસથી વાજ આવેલ સબનમબેને પોતાના પતિ ઝુલ્ફીકાર હબીબભાઈ ટેણા તથા માલાબેન વિદ્યુતભાઈ પરીખ વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા મુજબ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.