મોટા નટવા ગામેથી પ્રાથમીક શિક્ષકના ઘરે પોલીસે રૂ.૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
સાગર પ્રજાપતિ/યાસીન મોઢીયા,સુખસર
ખસર,તા.૨
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ હદ વિસ્તારમાં આવેલ મોટાનટવા ગામે જાંબુડી ફળિયામાં રહેતો એક પ્રાથમીક શિક્ષકના ઘરે ગતરોજ પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ પાડતા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ઝડપાઇ જવા પામેલ છે.જ્યારે તેમાં સંડોવાયેલ એક બુટલેગર શિક્ષકની પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ હોળીના તહેવારને અનુસંધાને સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગતા ફરતા આરોપીઓને પકડવા તથા પ્રોહી પ્રવૃત્તિ અંગે વોચ રાખવામાં રહી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.તે દરમિયાન મોટાનટવા ગામે પ્રોહી સબંધી બાતમી મળતા મોટાનટવા જાંબુડી ફળિયા નજીક આવી પંચોને સમજ આપી મોટાનટવા જાંબુડી ફળિયામાં રહેતો અને પ્રાથમીક શાળામાં ફરજ બજાવતો સડીયાભાઈ ઉર્ફે સરદારભાઈ હકલા ભાઈ જાતે બામણીયાનો પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ ઉતારી ચોરીછૂપીથી વેચાણ કરે છે. તેવી બાતમી મળતા ત્યારે બાતમી વાળી જગ્યાએ તપાસ ઝડતી કરતા મકાનની અંદર ખાડો ખોદી તેના ઉપર પ્લાસ્ટિકની થેલીઓ મૂકી માટી વાળેલ હોય તે જગ્યાએ ખાતરી કરતાં જમીનમાં અલગ-અલગ બ્રાન્ડના ઇંગ્લિશ દારૂના ક્વાર્ટર તથા પતરાના ટીન મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. તેમાં પતરાના ટીન બિયર ૯૨૪ જેની કિંમત રૂપિયા-૯૨૪૦૦/-,- કાચના સીલ બંધ ક્વાટર્સ નંગ ૧૬૮ જેની કિંમત રૂપિયા-૧૮૪૮૦/- ઓફિસર ચોઇસ કોટર્સ નંગ ૫૪૦ જેની કિંમત રૂપિયા-૫૯૪૦૦/- પ્લાસ્ટિકના ક્વાટર નંગ ૬૦૦ જેની કિંમત ૫૧,૦૦૦ રૂપિયા મળી કુલ રૂપિયા-૨,૦૪૬૪૦/- નો ઇંગ્લિશ દારૂ સુખસર પોલીસે ઝડપી આરોપી સડીયાભાઈ ઉર્ફે સરદારભાઈ હકલા ભાઈ જાતે બામણીયાના ઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. #Dahod #Sindhuuday