ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા વિશ્ર્વ રેડક્રોસ દીવસ ની કરવામાં આવેલ ઉજવણી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા વિશ્ર્વ રેડક્રોસ દીવસ ની કરવામાં આવેલ ઉજવણી.
વૃધ્ધાશ્રમ ખાતે રહેતા વૃધ્ધો ને ફળફ્રુટ બિસ્કીટ. તથા જીવન જરૂરી હાઈજીન કીટ નુ વિતરણ. માનવસેવા ના કાયૅ કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા આજરોજ ૮મી મે વિશ્ર્વ રેડક્રોસ દીવસ ની ઉજવણી અંતર્ગત દાહોદ ખાતે આવેલા નિરાંત વૃધ્ધાશ્રમ ખાતે સંસ્થા ના ચેરમેન શ્રી ગોપાળભાઈ ધાનકા સંસ્થા ના માનદ્ મંત્રી શ્રી જવાહરભાઈ શાહ ની પ્રેરક ઉપસ્થિતિમાં વૃધ્ધાશ્રમ મા રહેતા વૃધ્ધો ને સંસ્થા દ્વારા ફળ ફ્રુટ. બીસ્કીટ.તથા જીવન જરૂરી હાઈજીન કીટ વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે રેડક્રોસ બ્લડ બેકં કન્વીનર શ્રી એન કે. પરમાર. રેડક્રોસ ના સેવાભાવી સભ્ય નરેશ ચાવડા તથા વૃધ્ધાશ્રમ સંચાલક શ્રી રાજુભાઇ ઉપસ્થિત રહ્યા હતા રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા કરવામાં આવેલ સેવા ઓ થી ઉપસ્થિત વૃધ્ધો ભાવ વિભોર બની સંસ્થા ના હોદ્દેદારો ને આશીર્વાદ આપ્યા હતા




