દુષ્કર્મના કેસમાં કપડવંજ નવાગામના એક ઇસમને આજીવન કેદની સજા.
દુષ્કર્મના કેસમાં કપડવંજ નવાગામના એક ઇસમને આજીવન કેદની સજા ૧૭ વર્ષની સગીરાને ભગાડી જઈ તેના પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કપડવંજના નવાગામના એક ઇસમને આજીવન કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે. કપડવંજ તાલુકાના નવાગામ ખોડિયાર માતાના મંદિરની બાજુમાં રહેતો ૨૦ વર્ષીય દર્શન મફતભાઈ ખોડભાઈ ખાંટ ગતતા.૨૨ મેં ૨૦૨૦ના રોજ બપોરે કપડવંજ સોની બજારમાં રોડ પરથી ૧૭ વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. તે સગીરવયનીહોવાનું જાણવા છતાં તેને લલચાવી, લગ્ન કરવાની લાલચ આપી તેના વાલીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ તેના પર મરજી વિરુદ્ધ અવારનવારદુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે કલ્લાના સૌથી મોટાં કપડવંજના કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસનડિયાદના સ્પે.જજ (પોકસો) પી. પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વિ.ઠાકુરની દલીલો, ૯ સાક્ષીઓની જુબાની, ૨૯ જેટલા દસ્તાવેજી પુરાવા, સગીરાઓ પર દિનપ્રતિદિન વધતા જતા દુષ્કર્મના બનાવોનેપગલે આવા કિસ્સાઓ બંધ થાય તે માટે આરોપીને કડકમાં કડક સજા આપવી તેવી સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટેઆરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.