બારીયા વનવિભાગની ટીમ વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં જોતરાઈ

રિપોર્ટર – પથિક સુતરીયા – દેવગઢ બારીયા

બારીયા વનવિભાગની ટીમ વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં જોતરાઈ

વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી દરમિયાન દેવગઢ બારીયા ડુંગર પાસે એક સાથે ત્રણ દિપડા કેમેરામાં કેદ થયા

સમગ્ર ગુજરાત ભરમાં દીપડા, તૃણાહારી અને નાના સસ્તન પ્રાણીઓની વસ્તી ગણતરી પ્રક્રિયા તા.૦૫,૦૬,૦૭ મે-૨૦૨૩ દરમ્યાન ચાલતી હોઈ જેમાં દાહોદ જિલ્લાના શ્રી પ્રશાંત તોમર IFS નાયબ વન સંરક્ષક,બારીયાના માર્ગદર્શન હેઠળ બારીયા વન વિભાગની કુલ ૧૩ રેંજોમાં ૧૮૫ પૉઇન્ટ પર આશરે ૫૦૦ જેટલા વન વિભાગના સ્ટાફ તેમજ વિવિધ એન.જી.ઓ. દ્વારા સમગ્ર વન્ય જીવ વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૦૫/૦૬ મે દરમ્યાન પ્રાથમિક અવલોકનો અને ૦૬/૦૭ મે દરમ્યાન આખરી અવલોકનોને આધારે વસ્તી ગણતરી કરવામાં આવશે. જેમાં વન્ય જીવોનું પ્રત્યક્ષ સાઈટીગ તથા તેઓના પ્રત્યક્ષ પુરાવા જેવા કે તેઓના પગમાર્ક, હગાર, અવાજ અને સ્થાનિકો સાથે વન્ય જીવની ઉપસ્થિતિ અંગે ચર્ચા વગેરે બાબતોને ધ્યાનમાં રાખી વસ્તી ગણતરી કરવામાં આવશે. આમ સાઇન્ટીફિક મેથડ અને કેમેરાના મદદથી સમગ્ર વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ સમગ્ર દાહોદ જિલ્લાના વન્યજીવોની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: