વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કર્ણાટકમાં કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાને લઈ દાહોદ જિલ્લામાં હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો.

પંકજ પંડિત ઝાલોદ

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કર્ણાટકમાં કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાને લઈ દાહોદ જિલ્લામાં હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો આજરોજ તારીખ 09-05-2023 નાં રોજ વિવિધ મંદિરોમાં રાત્રીના સમય દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દાહોદ જિલ્લાના દરેક પ્રખંડમા હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઘોષણા પત્રમાં બજરંગદળ ને આતંકવાદી સાથે સરખામણી કરવામાં આવી અને બજરંગદળ પર પ્રતિબંધ કરવાની વાતો કરી હતી તેના વિરોધ માં આજે કુમતિ નિવાર સુમતિ કે સંગી. આજે સમગ્ર ભારત માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવા માં આવ્યો જેના ભાગ રૂપે દાહોદ જિલ્લા ના સુખસર ફતેપુરા ઝાલોદ, લીમડી ,સંજેલી સિંગવડ, દાહોદ ,ગરબાડા ભાતીવડા ,ગાંગરડી એમ દરેક તાલુકા અને ગ્રામ્ય માં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો અને દેશ કી રક્ષા કોન કરેગા બજરંગદળ બજરંગદળ ના નારા લગાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: