વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે સહજાનંદી બાળ શિબિર સંપન્ન, આ વર્ષે ૨૫૦૦ કરતા વધુ દિકરા – દિકરીઓએ ભાગ લીધો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે સહજાનંદી બાળ શિબિર સંપન્ન, આ વર્ષે ૨૫૦૦ કરતા વધુ દિકરા – દિકરીઓએ ભાગ લીધો સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં ૫ થી ૯ મે – પંચદિનાત્મક સહજાનંદી બાળ શિબિર સંપન્ન થઈ છે. છેલ્લા સાત વર્ષથી નિયમિત યોજાતી આ બાળ શિબિરમાં આ વર્ષે ૨૫૦૦ કરતા વધુ દિકરા – દિકરીઓએ ભાગ લીધો હતો. વડતાલગાદીના વર્તમાન પિઠાધિપતિ પ પૂ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ચેરમેનશ્રીદેવપ્રકાશદાસજી સ્વામી તથા મુખ્યકોઠારી ડો સંત સ્વામી દ્વારા બાળકોમાં સુસંસ્કારી પ્રજ્ઞાના વિકાસ માટે પ્રયાસો થઈ રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિનું રહસ્ય બાળ યુવા પ્રવૃત્તિ છે , આ પ્રવૃત્તિથી અમે અતિપ્રસન્ન છીએ , આ પ્રવૃત્તિમાં કાર્યકર્તાઓ અને શ્યામવલ્લભ સ્વામી તથા નારાયણચરણ સ્વામી વગેરે યુવાન સંતોને અભિનંદન પાઠવું છુ કહીને આચાર્ય મહારાજે રાજીપો વ્યક્ત કર્યો હતો. પ્રથમ સત્રમાં મુ્ખ્ય કોઠારી ડો સંત સ્વામી , પુ નૌતમ સ્વામી , પુ પી પી સ્વામી , પુ. બ્રહ્મ સ્વામી , પુ. અથાણાવાળા સ્વામી , પુ ઘનશ્યામ ભગત ટ્રસ્ટીશ્રી , ગુણસાગર સ્વામી વિરસદ , મહેન્દ્રભાઈ નિલગિરિવાળા વગેરેના કરકમળ દ્વારા દીપપ્રાગટ્ય સાથે શરૂઆત કરવામાં આવી. પ્રથમ દિવસે “ હું હરિકૃષ્ણ મહારાજનો આશ્રિત છું , આ જીવનભરની દ્રઢતા કેળવીએ ,નિર્વ્યસની રહીએ, પરિવાર – સમાજ અને સત્સંગનું ગૌરવ વધે એવુ આદર્શ જીવન જીવિએ તથા વડતાલ મારું અને હુ વડતાલનો “ આ પ્રતિજ્ઞા સાથે પૂ ડો સંત સ્વામીએ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પૂ નૌતમ સ્વામી અને પી પી સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતુ. પાંચ દિવસમાં બાળકોએ પ્રભાતફેરી , ગૌપૂજન , માતૃવંદના, રાસ , પૂજા , યોગાસન , પ્રાણાયામની સામુહિક શિક્ષા ગ્રહણ કરી હતી. શિબિરમાં પૂ શુકદેવ સ્વામી નાર , પૂ ઈશ્વરચરણ સ્વામી – કુંડળધામ , પ્રિયદર્શન સ્વામી – પીજ, ઘનશ્યામ સ્વામી – વાસદ , સુરેશભાઈ પ્રજાપતિ વગેરેએ પ્રેજન્ટેશન સાથે બાળકોને બોધપ્રદ વાતો કરી હતી. અંહિ તમામ બાળકોની રહેવા જમવાની વ્યવસ્થા સાથે સમગ્ર શિબિરનું સફળતા પૂર્વક સંચાલન પુ શ્યામવલ્લભ સ્વામી – નારાયણચરણ સ્વામી – બુધેજ અને સંચાલક મંડળના વિષ્ણુભાઈ પાડગોલ વગેરે યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું. વડાતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવમા ૫ હજાર બાળકોની મહાશિબિર સંપન્ન થાય , એવા શુભ સંકલ્પ સાથે સાતમી શિબિર પૂર્ણ કરવામાં આવી હતી.