નડિયાદ પાસે કન્ટેનરે રીક્ષાને ટક્કર મારતાં બે મહિલા મોત, અને ૬ પેસેન્જરો ઘાયલ થયા છે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ પાસે કન્ટેનરે રીક્ષાને ટક્કર મારતાં બે મહિલા મોત, અને ૬ પેસેન્જરો ઘાયલ થયા છે નડિયાદના પીપળાતા રોડ પર કન્ટેનરે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં બે ના મોત, જ્યારે ૬ પેસેન્જરો ઘાયલ થયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. નડિયાદના પીપળાતા ગામ નજીકના મિત્રાલ પાટિયા પાસે હરિસિદ્ધિ માતા મંદિર સામે મુસાફર ભરેલ સીએનજી રીક્ષા નડિયાદ તરફથી વલેટવા ચોકડી તરફ જતી થતી હતી. સામેથી આવતી ટ્રેલર ટ્રક એ રીક્ષાને ટક્કર મારી હતી. જેને લઇ રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો રિક્ષામાં બેઠેલસરસ્વતીબેન રાજેશભાઈ પરમાર (ઉ.વ.૧૬, રહે.કરોલી, તા.વસો)રંજનબેન સંજયભાઈ ચાવડા (ઉ.વ.૩૦, રહે.કરોલી, તા.વસો)નયનકુમાર સંજયભાઈ પરમાર (ઉ.વ.૧૮, રહે.કરોલી, તા.વસો)કૈલાશબેન કલ્પેશભાઈ વાઘેલા (ઉ.વ.૩૦, રહે.ચકલાસી, રામપુરા, તા.નડિયાદ)વારસહુસેન અબનમિયા મલેક (ઉ.વ.૩૬, રહે.આખડોલ, તા.નડિયાદ)અરબાઝમિયા રફીફમિયા શેખ (ઉ.વ.૧૩, રહે.આખડોલ, તા.નડિયાદ) જેમને નાની મોટી ઈજાઓ પહોંચતા ૧૦૮ ધ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે બે મહિલા શાયરાબાનુ રફીકમીયા શેખ (ઉ.વ.૪૫, રહે.આખડોલ, તા.નડિયાદ)લલીતાબેન ઈશ્વરભાઈ પરમાર (ઉ.વ.૫૦, રહે.આખડોલ, રણછોડપુરા, તા.નડિયાદ) ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. બનાવના પગલે રોડ પર અફડાતફડી મચી ગઇ હતી. બનાવના પગલે સ્થાનિકોએ અકસ્માત સર્જનાર ટ્રેલર ટ્રકના ચાલકને દબોચી લીધો હતો જે નશામાં ધૂત હોવાનું સામે આવતા સ્થાનિકોએ તેને સારો એવો મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હોવાનું જાણવા મળ્યું છે