ગરબાડા તાલુકાના પાટીયા ગામની ૪૦ વર્ષીય પરણીત મહિલાએ ન્યાય માટે દાહોદ મહિલા પોલિસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળ્યું છે.

સિંધુ ઉદય

છેલ્લા ત્રણ વર્ષથી પતિ તેમજ સાસરીયા દ્વારા પરપુરૂષ સાથેના આડા સંબંધનો શક વ્હેમ રાખી ઘરના કામકાજ બાબતે મહેણાંટોણા મારી અવાર નવાર ઝઘડો કરી મારકુટ કરી ગુજારાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ ગરબાડા તાલુકાના પાટીયા ગામની ૪૦ વર્ષીય પરણીત મહિલાએ ન્યાય માટે દાહોદ મહિલા પોલિસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળ્યું છે.હાલ ગરબાડાના નઢેલાવ ગામે પોતાના પિયરમાં રહેતી ૪૦ વર્ષીય દિપીકાબેનના લગ્ન ૧૦ વર્ષ અગાઉ ગરબાડા તાલુકાના પાટીયા ગામે ઘુઘેલાવ ફળીયામાં રહેતા સંજયભાઈ મડીયાભાઈ ભુરીયા સાથે તેઓના સમાજના રીતરીવાજ મુજબ થયા હતા અને લગ્ન થયાના પ્રથમ સાત વર્ષ દીપીકાબેન સાથે તેના પતિ તેમજ સાસરીયા દ્વારા સારૂ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ પતિ તથા સાસરીયાનું પોત પ્રકાશ્યું હતું અને દીપીકાબેનના પતિ સંજયભાઈ ભુરીયા, સસરા મડીયાભાઈ નગરભાઈ ભુરીયા તથા સાસુ અંકુબેન મડીયાભાઈ ભુરીયાએ દિપીકાબેનને ગાળો બોલી મારે તને રાખવાની નથી તેમ કહી તથા પતિ સંજય પરપુરૂષ સાથેના આડા સંબંધનો શક વ્હેમ રાખી મારઝુડ કરી હરેલા પરેશાન કરી તું ઘરનું કામકાજ બરાબર કરતી નથી તેમ કહી દિપીકાબેનનો દીયર પીન્ટુાઈ મીડીયાભાઈ તથા દેરાણી હંસાબેન પિન્ટુભાઈએ પણ અવાર નવાર ટોણા મારી મારસીક ત્રાસ આપતા હોવાથી અવાર નવારના ત્રાસથી વાજ આવેલ દિપીકાબેન સંજયભાઈ ભુરીયાએ તેના પતિ, સાસુ, સસરા તેમજ દીયર, દેરાણી વિરૂધ્ધ મહિલા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંબંધે ઈપિકો કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: