ફતેપુરા તાલુકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો ઉપર સંચાલક કમ કુકની ખાલી જગ્યાઓ ભરાશે
પ્રવીણ કલાલ
ફતેપુરા તાલુકામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો ઉપર સંચાલક કમ કુકની ખાલી જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી ખાતે રૂબરૂમાં તા. ૨૦/૫/૨૦૨૩ સુધી કચેરી સમય દરમ્યાન મંગાવવામાં આવે છે. નિમણૂંક અંગેની લાયકાત-શરતો કચેરીના નોટીશ બોર્ડ ઉપર જોઇ શકાશે. ફોર્મ મભય શાખા મામલતદાર કચેરીથી મેળવવાનું રહેશે.
સંચાલક કમ કુકની જગ્યા આ કેન્દ્રો ખાતે ભરવાની છે. જેમાં મોરમહુડી પ્રાથમિક શાળા, વડવાસ મુખ્ય પ્રાથમિક શાળા, ટાઢીગોળી પ્રાથમિક શાળા, નાનાસરણૈયા પ્રાથમિક શાળા, નવાગામ પ્રાથમિક શાળા, બારસાલેડા પ્રાથમિક શાળા, પોહટાળી વર્ગ પ્રાથમિક શાળા, બારસાલેડા, ઉડાવેળા વર્ગ પ્રાથમિક શાળા, વડવાસ, નાની પચોર ફ. વર્ગ મારગાળા, સુકીદેવી વર્ગ નાની ઢઢેલી, ગલાલપુરા ફ. વર્ગ વડવાસ, રાઠોડ ફ. વર્ગ નવાગામ, તળગામ ફ. વર્ગ જગોલા, ડામોર ફ. વર્ગ, ઝેરનો સમાવેશ થાય છે