નડિયાદની મીશન હોસ્પિટલના આર આર સી હેઠળ બાકી રકમ પડતા કાર્યવાહી કરવામાં આવી છે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદની મીશન હોસ્પિટલના આર આર સી હેઠળ બાકી રકમ પડતા કાર્યવાહી કરવામાં આવી છે નડિયાદના મિશન રોડ પર આવેલ મેથોડીસ્ટ હોસ્પિટલ (મીશન) અહીંયાથી નડિયાદ તેમજ જિલ્લાના અને અન્ય ડોક્ટરોએ પ્રેક્ટિસ કરી આજે તેમની પ્રાઈવેટ હોસ્પિટલો બનાવી છે.  ત્યારે  મેથોડીસ્ટ હોસ્પિટલના આર આર સી  હેઠળ  રકમ બાકી પડતા તંત્રએ જપ્તીની નોટીસ ઈસ્યુ કરી છે. આ તમામ મીલકતો પર જપ્તીની કાર્યવાહી કરવા આદેશ જારી થતાં સીટી મામલતદારે પોતાના સ્ટાફ સાથે  હોસ્પિટલમાં આવી આ બાબતે નોટિસ ચીપકાવી હતી. હોસ્પિટલના મુખ્ય દરવાજે, હોસ્પિટલની અંદર, હોસ્પિટલની એમ્બ્યુલન્સ સહિત  નોટિસ ચીપકાવી છે. નોટિસમાં જણાવાયું છે કે, કલેકટર નડિયાદનાઓ કુલ-૧૩ આર.આર.સી. સર્ટીફિકેટની બાકી વસુલાતના સંદર્ભે આ કામના બાકીદાર મેથોડીસ્ટ હોસ્પીટલ, મીશન રોડ, નડિયાદ જમીન મહેસુલ અધિનિયમ જપ્તીની નોટિસ તથા જમીન મહેસુલ  મુજબ નોટિસ બજાવવા છતાં  રકમ આજ દિન સુધી બાકીદાર દ્વારા ભરવામાં આવેલ નથી. જેથી આર.આર.સી, હેઠળ સ્થાવર, જંગમ મિલકતની જપ્તીની કાર્યવાહી કરવા માટે નોટિસ લગાવવામાં આવેલ છે. વધુમાં જાહેર નોટિસમા ઉલ્લેખ છે કે, આ નોટીસ હોસ્પીટલના દરવાજા ઉપર લગાવવી જરૂરી હોય હોસ્પીટલના દરવાજા ઉપર નોટિસ ચોટાડવામાં આવેલ છે અને આ નોટિસ અનુસંધાનમાં આ સ્થળના માલિક, ભાડુઆતને જણાવવામાં આવે છે કે, હવે પછી આ નોટિસને ઉખાડવી ફાળવી કે તેનો નાશ કરવો નહી અને જરૂર જણાય આ નોટિસ મુજબ ઓફિસ સમય દરમ્યાન અમારી મામલતદાર કચેરી નડિયાદ સીટીનો સંપર્ક કરવાની જાણ કરાઈ છે. આ મામલે નડિયાદ સીટી મામલતદારે જણાવ્યું હતું કે, છેલ્લી નોટિસ ૧૭ ફેબ્રુઆરીના રોજ અત્રેની કચેરી દ્વારા આપવામાં આવી હતી. આમ છતાં પણ નાણાંની ભરપાઈ નહી કરવામાં આવતાં કલેકટરના હુકમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.અંદાજે ૧ કરોડ ૪ લાખ રૂપિયા બાકી હોવાને કારણે હોસ્પિટલમાં નોટીસ લગાવી સીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: