કલેક્ટર કચેરી ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં રોડ સેફટીની બેઠક યોજાઈ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
કલેક્ટર કચેરી ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં રોડ સેફટીની બેઠક યોજાઈ ખેડા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રોડ સેફટી કમિટી અને પ્રાદેશિક વાન વ્યવહાર કચેરીના ઇ.ચા. અધિકારીએ તમામ સભ્યઓને રોડ સેફટી અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરી અંગે સભ્યઓને જાણકારી આપી હતી. બેઠકમાં જિલ્લાના બ્લેક સ્પોટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં બ્લેક સ્પોટમાં ગણેશ માર્બલ, વડાલા પાટિયાથી કાઝીપૂરા, કાઝીપૂરા પાટિયા થી કનેરા અંગે તેઓએ કરેલ કાર્યવાહીની વિગતો પ્રેઝનટેશન સ્વરૂપે કલેક્ટર સમક્ષ રજુ કરી હતી. કલેક્ટર કે.એલ.બચાણીએ અક્ષાંશ અને રેખાંશના આધારે રિપોર્ટ તૈયાર કરી કેવી રીતે બ્લેક સ્પોટ વાળા વિસ્તારોમાં અકસ્માત નિવારી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરવા અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ જિલ્લામાં આવેલ બ્લેકસ્પોટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ હાઇવે ઓથોરીટી, ખેડા-નડિયાદ દ્વારા માતર ખાતે અંડરપાસ બનાવવાની ફાઇલ દિલ્હી હેડ કવાટર ખાતે પેન્ડિંગ હોવાનું તેમજ વડાલા ખાતે સર્વિસ રોડ બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં હોવાનું કલેક્ટરને જણાવ્યું હતું. નેશનલ હાઇવે ઓથોરિટી ખેડા-નડિયાદ દ્વારા ગતમાસમાં જિલ્લાની જનતાની રોડ સેફટીને ધ્યાને રાખી તેઓના હસ્તકના રસ્તા પરના મીડીયન ઓપનિંગ જેવાકે વણસર પાટિયું નડિયાદ એ.પી.એમ.સી માર્કેટ (પીપલગ), કણઝરી, બોરીયાવી, આગળના મીડીયન ઓપનિંગ સ્થાનિક પોલીસના સહકારથી બંધ કરવામાં આવેલ હતા. જેની વિગતો તેઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. આ કામગીરી બદલ કલેક્ટરશ્રી એ તમામ ટીમને અભિનંદન પાઠવ્યા. વધુમાં કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલ બ્લેક સ્પોટ પર છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ અકસ્માતોની વિગત (ફેટલ અને નોન ફેટલ) વર્ષ અને મહિનાના ટેબલ સ્વરૂપે દર મહિને રજુ કરવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર કે.એલ.બચાણી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા તેમજ રોડ સેફટી કમિટીના સભ્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.