આંતરરાષ્ટ્રીય -બે એવોર્ડ, નડિયાદ કિડની હોસ્પિટલના યુરોલોજી વિભાગના એમડી ડો. મહેશ દેસાઈને એવોર્ડ પ્રાપ્ત થાય છે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

આંતરરાષ્ટ્રીય -બે એવોર્ડ, નડિયાદ કિડની હોસ્પિટલના યુરોલોજી વિભાગના એમડી ડો. મહેશ દેસાઈને એવોર્ડ પ્રાપ્ત થાય છે.ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ કિડની હોસ્પિટલ એટલે મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ જે કિડની, પથરી, મૂત્રાશય, બ્લેડર કેન્સર જેવા રોગો ની સારવાર તથા રોબોટિક ઓપરેશન માટે પ્રસિદ્ધ છે. અહીં ભારતભરમાંથી અને વિદેશથી દર્દીઓ આવે છે. ઉપરાંત વિશ્વના ઘણા દેશોમાંથી ઉપરોક્ત વિષયના નિષ્ણાત ડોક્ટરો પણ આવી કેમ્પ કરે છે. ત્યારે આ હોસ્પિટલના યુરોલોજી વિભાગના એમડી ડો. મહેશભાઈ દેસાઈને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચકક્ષાના બે વિશિષ્ટ એવોર્ડ મળતા તેઓએ ચરોતર પ્રદેશ, ગુજરાત રાજ્ય, અને સમગ્ર ભારતનું નામ આ એવોર્ડ લઈ વિશ્વકક્ષાએ રોશન કર્યું છે. વિશેષ વાતચીતમાં ડો. મહેશ દેસાઈએ જણાવ્યું કે આ એવોર્ડ મને નથી મળ્યો. મારી હોસ્પિટલ ને મારા નાનામાં નાના સ્ટાફથી મોટામાં મોટા ડોક્ટર સુધી તમામ નો ફાળો છે. તેમને મળેલા બે એવોર્ડમાં (૧) સ્પેન એવોર્ડ જે ફ્લોરિડાના ઈમલી આઇલેન્ડ ખાતે આઉટ સ્ટેન્ડિંગ વર્લ્ડવાઇડ કન્ટ્રીબ્યુશન ટુ કિડની સ્ટોન ડીસીઝ એન્ડ ઇન ધ ફાઈન્ડ ઓફ એન્ડોયુરોલોજી વિભાગમાં આઉટ સ્ટેન્ડિંગ લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઈન યુરોલોજી ૨૦૨૩ માટે મળ્યો. ૧૯૮૯ માં નડિયાદમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ થઈ તેમાં વિદેશથી આવેલા ડોક્ટરો સાથે યુરોલોજી વિભાગમાં નવીન શોધખોળો, નવા રિસર્ચ પેપર ખાસ કરીને ડોક્ટરો માટેનો અભ્યાસક્રમ, રિસર્ચ, પેશન્ટ કેર અને ડોક્ટરોને ટ્રેનિંગ આપવા તથા નવીન આધુનિક પદ્ધતિથી ઓપરેશનો માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ૧૯૮૬ માં ૧૦૦ જેટલા યુરોલોજિસ્ટ સંસ્થાના સભ્ય છે. આ ઉપરાંત ૨૦ સભ્યો અન્ય દેશોના છે. તેમના ભારતમાંથી એકમાત્ર ડોક્ટર મહેશ દેસાઈ છે. જ્યારે (૨) બીજો એવોર્ડ અમેરિકન એસોસિએશન ઓફ જીનીટોયુરીનરી સર્જન, માટે એ એ જી યુ એસ , અમેરિકા ખાતે સંસ્થાના એમડી અને પ્રેસિડેન્ટ વિલિયમ કેટલોના હસ્તે વિદેશમાં પ્રાપ્ત થયો. અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા ૨૦ એવોર્ડ અપાયા છે. આ ૨૧ મો એવોર્ડ સમગ્ર ભારતભરમાંથી ડોક્ટર મહેશ દેસાઈને અપાયો છે. ૧૦૦ સર્જનો અમેરિકાના અને અન્ય ૨૦ દેશોમાં ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, તુર્કી ,જાપાન ,સાઉથ આફ્રિકા જેવા દેશોના યુરોલોજી વિભાગના સર્જન ઉપસ્થિત હતા. તેમજ સમગ્ર ભારતમાંથી પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ કિડનીમાં સ્ટોન તોડતા તે ઉપર ન જાય તે માટે મોડલ બનાવ્યું. તેમજ ૫૦ પેશન્ટોને ઓપરેશન નવી સંશોધન પદ્ધતિ કરી. રિસર્ચ પેપરો રજૂ કરતા આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!