ફતેપુરા કોર્ટમાં લોક અદાલતનું દીપ પ્રગટે ખુલ્લો મુકવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા કોર્ટમાં લોક અદાલતનું દીપ પ્રગટે ખુલ્લો મુકવામાં આવ્યું ફતેપુરા કોર્ટના ન્યાયધીશ શ્રી જે જે ગઢવી સાહેબ અને મંડળના પ્રમુખ ચંદ્રસિંહ પારગી દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો286 કેસોનો નિકાલ સ્થળ પર કરવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદના સહયોગથી અને તાલુકા કાનૂની સેવા સમિતિ ફતેપુરા દ્વારા આયોજિત નેશનલ લોક અદાલત યોજવામાં આવેલ હતી જેનું દીપ પ્રગટાવી ફતેપુરા ના ન્યાયાધીશ શ્રી જે જે ગઢવી સાહેબ અને ફતેપુરા વકીલ મંડળના પ્રમુખશ્રી ચંદ્રસિંહ પારગી દીપ પ્રગટાવીને ખુલ્લુ મુકેલ હતું આ પ્રસંગે કોર્ટના વકીલો ભારતીય સ્ટેટ બેન્ક તેમજ બરોડા બેંક તથા મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડના સહયોગથી 286 કેસ નો નિકાલ સ્થળ પર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા



