માતાની દવા કરાવા નાના ભાઈ પાસે પૈસા માંગતા મોટા ભાઇ પર કુહાડીથી હુમલો કર્યો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
માતાની દવા કરાવા નાના ભાઈ પાસે પૈસા માંગતા મોટા ભાઇ પર કુહાડીથી હુમલો કર્યો નડિયાદના ટુંડેલ ગામે મોટાભાઈએ પોતાની માતાના સારવાર કરાવવા માટે નાનાભાઈ પાસે પૈસા માંગતા નાનાભાઈએ પોતાના ભાઈને કુહાડી મારી છે. આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત મોટાભાઈએ પોતાના સગાભાઇ સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નડિયાદ પાસે ટુંડેલ ગામે ભાટ ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય મનુભાઈ મગનભાઈ ગોહેલ પોતે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમની માતા હયાત હોય અને પિતા આશરે ૧૫ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. માતા તખુબેન મનુભાઈ સાથે રહે છે અને તેમનુ ભરણપોષણ તમામ આ મનુભાઈ ઉઠાવે છે. જોકે પડોશમાં જ મનુભાઈનો સગો નાનોભાઈ ચંદુભાઈ રહે છે. તખુબેનને કમરની બીમારી છે જેમને ગઇકાલે સવારે દવાખાને લઇ જવા માટે મનુભાઈએ પોતાના નાનાભાઈ ચંદુભાઈ પાસે પૈસા માગ્યા હતા. મનુભાઈ કહ્યું કે, તું મને થોડા પૈસા આપ તો હું તખુબેનને દવાખાને લઈ જાવ તેમ કહેતા ચંદુભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને હું પૈસા આપવાનો નથી તેમ કહી આવેશમાં આવેલા ચંદુભાઈએ મનુભાઈને કુહાડી મારી હતી જેના કારણે મનુભાઈને જમણા હાથે તેમજ કુણી ઉપર કુહાડી વાગી જતા ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત મનુભાઈ ગોહેલે હુમલો કરનાર પોતાના સગા નાનાભાઈ ચંદુભાઈ સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.