નડિયાદ પાસે મોડીરાત્રે ટ્રેનમાં ગઠિયાએ મહિલના ગળામાંથી સોનાની ચેઈન તફડાવી લીધી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ પાસે મોડીરાત્રે ટ્રેનમાં ગઠિયાએ મહિલના ગળામાંથી સોનાની ચેઈન તફડાવી લીધી સુરતની વૃદ્ધ મહિલા ટ્રેનમાં સવારી કરતી સમયે ચેઈન સ્નેચીગનો ભોગ બની છે. આ મામલે નડિયાદ રેલવે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.સુરતમાં રહેતા ૭૨ વર્ષીય રમીલાબેન ચંપકભાઈ ગાંધી ૧૯ એપ્રીલનાં રોજ રાત્રીનાં સમયે પાલીતાણાથી ટ્રેનમાં બેસી સુરત જઈ રહ્યાં હતાં. ત્યારે પાલીતાણા-બાંન્દ્રા એક્સપ્રેસ ટ્રેન મોડી રાત્રે અઢી વાગ્યાનાં અરસામાં નડિયાદ નજીકથી પસાર થઈ રહી હતી. તે વખતે રમીલાબેન ટ્રેનમાં પોતાની સીટ ઉપર ઘસઘસાટ ઉંઘી ગયાં હતાં. જેનો લાભ લઈ ગઠીયાએ રમીલાબેનનાં ગળામાંથી સોનાની ચેઈન તફડાવી લીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો આ મામલે રમીલાબેને નડિયાદ રેલવે પોલીસ સ્ટેશને આજે રૂપિયા ૧ લાખ ૨૦ હજારની કિંમતની સોનાની ચેઈન ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાવી છે.