ગરબાડા નગરમાં છોકરી ભાગી ગઈ હોવાના મામલે એક મહિલાએ અન્ય એક મહિલાને ગડદાપાટ્ટુનો માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

સિંધુ ઉદય

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં છોકરી ભાગી ગઈ હોવાના મામલે એક મહિલાએ અન્ય એક મહિલાને ગડદાપાટ્ટુનો માર મારતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.ગત તા. ૧૪મી મેના રોજ ગરબાડા નગરમાં રહેતાં જાેશનાબેન મિતેશભાઈ પસાયા પોતાના ઘરે હાજર હતાં તે સમયે તેઓના ઘરે પોતાનાજ ગામમાં રહેતાં શાંતાબેન વાલચંદભાઈ આમલીયાર આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, છોકરી શિતલને છોકરો હિતેશ લઈ ગયો છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને જાેશનાબેનને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત જાેશનાબેન મિતેશભાઈ પસાયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!