લીમડી નગરના રણિયાર મુકામેથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપતી દાહોદ ક્રાઇમ બ્રાંચ.
પંકજ પંડિત ઝાલોદ
લીમડી નગરના રણિયાર મુકામેથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપતી દાહોદ ક્રાઇમ બ્રાંચ 1,3,575 રૂપિયાનો દારૂનો મુદ્દામાલનો જથ્થો ઝડપાયો સતત ગેરકાયદેસર દારૂની હેરફેર પર નજર રાખતી દાહોદ ક્રાઇમ બ્રાંચ સતત દાહોદ જિલ્લામાં પેટ્રોલીંગ કરી અસામાજિક પ્રવૃતિ કરનાર લોકો પર નજર રાખી રહેલ છે. દાહોદ એલસીબી પો.ઇ કે.ડી.ડીંડોર ની સૂચના મુજબ પો.સ.ઇ એમ.એલ.ડામોર તેમજ પો.સ.ઇ જે.બી.ઘનેશા તેમજ પોલિસ સ્ટાફ ઝાલોદ તાલુકામાં પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન બાતમીને આધારે એક મકાનમાં રેડ પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડેલ છે. ભારતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલો 634 જેની અંદાજે કીંમત 137575 રૂપિયાનો માલ ઝડપી પાડવામાં આવેલ છે. આમ લીમડી પો.સ્ટેશન વિસ્તાર માંથી ગણના પાત્ર ગુનો સોધી કાઢવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળેલ છે અને આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


