દાહોદમા દબાણો હટાવતા હજારો પરિવારો બેરોજગાર બનેલાની વેકલ્પિક વ્યવસ્થા કરવા ની લોક માંગ
નીલ ડોડીયાર
દાહોદ શહેરમાં દબાણ દૂર કરતા હજારો પરિવારો બેરોજગાર , બેન્કોના કેવી રીતે ભરસે વેપારીઓ ? જનતાનો તંત્ર સામે સીધો સવાલ
દાહોદમા દબાણો હટાવતા હજારો પરિવારો બેરોજગાર બનેલાની વેકલ્પિક વ્યવસ્થા કરવા ની લોક માંગ
દાહોદ શહેર સ્માર્ટ સીટી બનવા તરફ હરણફાળ ગતિએ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે દાહોદ શહેરમાં રસ્તાઓ પહોળા કરવાની કામગીરીમાં તંત્ર દ્વારા નગરપાલિકા કા એ બનાવેલી દુકાનો ગેરકાયદેસર પાકા અને કાચા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા છેલ્લા કેટલાંય દિવસોથી શહેરના અનેક માર્ગાે પર આવેલ ગેરકાયદેસર પાકા અને કાચા ગેરકાયદેસર દબાણો જેસીબી મશીન વડે દુર કરવામાં આવતાં મોટાભાગે વેપારી ધંધાને મોટી અસર થવા પામી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય વેપારીઓ રસ્તા પર આવી ગયાં છે ત્યારે ઘણા પરિવારો ઘર વિહોણા પણ બન્યાં છે.
દાહોદ શહેર ને સ્માર્ટ સિટી તરીકે જાહેર કર્યું તે શહેરીજનો માટે ખુશી અને ગર્વની વાત છે પણ સ્માર્ટ સિટી બનાવવા માટે દાહોદ શહેર તમામ મુખ્ય માર્ગો ઉપર વેપારીઓ ની નગર પાલિકા એ બનાવેલી દુકાનો આવેલી હતી જે વરસોથી વેપાર કરતા હતા અને સ્માર્ટ સિટી ડેવલપ કરવા માટે તે દબાણ ન નામે દૂર કરી દેવાઈ શું આ દુકાનો દૂર કરતા પેહલા તંત્ર ના ધ્યાને આ વાત નહતી કે આ દુકાનદારો જે રોજ કમાઈ ને રોજ ખાનારો વર્ગ છે તેમની શું સ્થિતિ થશે ? તેમના ધંધા રોજગાર નું ચક્ર અટકી જશે તો બેન્કો માં હપ્તા ક્યાંથી ભરાશે ? અને આ વાત ખોટી નથી તેને સમર્થન મળે તેવી જાહેરાત શ્રી રામ કોઓપરેટીવ બેંક ના ચેરમેન ભરતસિંહ સોલંકી એ જાહેરાત કરી ને કરી હતી કે જે વેપારીઓ ની દુકાન તૂટી છે અને જેમને શ્રી રામ બેંકમાંથી લોન લીધી છે તેઓ ને ત્રણ માસ સુધી હાલ હપ્તા ભરવામાંથી રાહત આપવામાં આવે છે જાે બેંક રાહત આપતી હોય તો સમજવું કે દુકાનદારો ની આર્થિક સ્થિતિ કેવી થઈ પડશે. રોજગાર અચાનક છીનવાઈ જતા વેપારીઓ ના પરિવારો રજળી પડે તેવી સ્થિતિમાં મુકાઈ ગયાં છે. દરેક દુકાનદાર સાથે સરેરાશ ૫ થી ૭ કર્મચારીઓ ને રોજી મળતી હતી અને વેપારીઓ જે જથ્થા બંધ વેપારી પાસેથી માલ લાવતા હતા તેને પણ આ વેપારીઓ થી રોજી ચાલતી હતી આ આખી સાંકળ અચાનક ઠપ થઈ જતાં વેપારીઓ આગળ કૂવો ને પાછળ ખાઈ જેવી સ્થિતિમાં આવી ગયા છે. એક બાજુ મોંઘવારી બીજી બાજુ બેરોજગારી અને ત્રીજું પડતા ઉપર પાટુ દુકાનો ના ભાડામાં ધરખમ વધારો ત્રણ હજાર ભાડા વાળી દુકાન નું ભાડું ત્રીસ હજાર થઈ ગયું છે. તો હવે તંત્રે એ વિચાર કરવો જાેઈએ કે વેપારી ને બમણી નહિ પણ ત્રણ ઘણી માર વેઠવી પડી રહી છે. બેરોજગાર થયેલ વેપારીઓ અને તેમના પરિવાર અશ્રુભીની આંખે માત્ર હવે એકજ આશા ઉપર બેઠા છે કે તંત્ર વેહલામાં વેહલી તકે તેઓ ને કોઈક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપે જેથી લોકો ની પાટા ઉપરથી અચાનક ઉતરી ગયેલી ગાડી પાછી લાઈન ઉપર ચઢે શકે.