નડિયાદના ડભાણ ગામે મોટા દિકરાએ વિધવા માતાને મારવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદના ડભાણ ગામે મોટા દિકરાએ વિધવા માતાને મારવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નડિયાદના ડભાણ ગામે મોટા દિકરાએ વિધવા માતાને ઘરમાં રહેવાનું નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. તો દિકરા અને પુત્રવધુ મારમારવા ફરી વળતાં સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસમા ફરિયાદ નોંધાઈ છે.નડિયાદ તાલુકાના ડભાણ ગામે પીપળવાળું ફળિયામાં રહેતા ૭૪ વર્ષીય અરુણાબેન બીપીનભાઈ પટેલ પોતે વિધવા છે. તેમને સંતાનમાં બે દીકરા તેમજ ત્રણ દીકરીઓ છે. જે તમામ પરણાવેલ છે. ગતરોજ સવારે ચા નાસ્તો કરી પોતાના ઘરમાં અરુણાબેન બેઠા હતા. ત્યારે તેમનો મોટો દીકરો પિનાકીન બીપીનભાઈ પટેલ આવ્યા હતા. અને પોતાની માતા અરૂણાબેનને જણાવ્યું હતું કે, તારે આ ઘરમાં રહેવાનું નથી તું આ ઘર છોડી ક્યાંક જતી રહે તેમ કહેતા અરુણાબેનએ કહ્યું કે આ મારું ઘર છે તારે અહીંયા રહેવાનું નથી. તે બાબતે પિનાકીન પટેલે પોતાની માતા સાથે ઝઘડો કર્યો હતો અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. વધુ બૂમરાણ થતાં આ પિનાકીન પટેલની પત્ની સુનીતાબેન દોડી આવ્યા હતા અને પોતાની સાસુને ધક્કો મારી ગડદાપાટુનો માર મારવા ફરી વળ્યા હતા. એટલામાં આ અરુણાબેનનો નાનો દીકરો જીગ્નેશ દોડી આવ્યો હતો અને પોતાની માતાને છોડાવી હતી. જતા જતા આ બંન્ને લોકોએ પોતાની અરૂણાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ સમગ્ર મામલે અરુણાબેન બીપીનભાઈ પટેલે પોતાના મોટા દીકરા પીનાકીન પટેલ રહે.ડભાણ, પીપળવાળુ ફળિયુ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે