ઝાલોદ નગરપાલિકાની આકસ્મિક મુલાકાત લેતા આર.સી.એમ અધિકારી.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરપાલિકાની આકસ્મિક મુલાકાત લેતા આર.સી.એમ અધિકારી આજ રોજ તારીખ 16-05-2023 ના રોજ આર.સી.એમ અધિકારી દ્વારા ઝાલોદ નગરપાલિકા વિસ્તારની આકસ્મિત મુલાકાત લેવામાં આવી તથા નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ કામો તળાવ બ્યુટીફિકેશન,બોક્સ ડ્રેનેજ વગેરેની મુલાકાત પણ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકામાં મંજૂર થયેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા માટે આર.સી.એમ અધિકારી દ્વારા સુચના આપવામાં આવી હતી. નગરપાલિકામાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બાકી રહી ગયેલા આવાસો જલ્દી પૂર્ણ કરવા માટે પણ તાકીદે સૂચના આપેલહતી તથા PM SVANIDHI યોજના અંતર્ગત વધુમાં વધુ શેહેરી ફેરીયાઓને લૉન મળે તે પ્રમાણે કામગિરી કરવા તાકીદે સુચના આપવામાં આવી હતી તેમજ નગરપાલિકામાં આવેલ એન્ટ્રી ગેટ નું કામ વહેલી તકે પુર્ણ થાય તેવી સૂચના આપવામાં આવી તથા એજન્સી કામગિરી ન કરતી હોય તો બ્લેક લિસ્ટ કરવા સુચના આપવામાં આવી હતી.