ખેડા પાલિકાના કમ્પાઉન્ડમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
ખેડા પાલિકાના કમ્પાઉન્ડમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી ખેડા નગરપાલિકાના કમ્પાઉન્ડમાં બપોરે એકાએક કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી હતી. કર્મચારીઓએ પાલિકાના ફાયર ફાયટરની મદદથી આગ બુઝાવી હતી. ખેડા પાલિકામાં આગ લાગવાની ઘટનામાં કમ્પાઉન્ડની અંદર રહેલ જાડી ઝાંખા ઝાડના થડિયા તેમજ ઘાસ બળી ગયું હતું. તથા કમ્પાઉન્ડમાં રાખેલ ભંગાર અને સાધનો સામાન્ય આગની ઝપટમાં આવ્યા હતા. જોકે સમયસર પાલિકાના કર્મચારીઓ દ્વારા આગને ઓલવી નાખવામાં આવતા અન્ય કોઈ મોટી જાનહાની તેમજ કોઈ મોટું નુકસાન થયું ન હતું.સમગ્ર ઘટનાની અંદર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે બપોરના સમયે એકાએ કોઈ કારણોસર પાલિકાના કમ્પાઉન્ડમાં આગ લાગતા ધુમાડાઓ દેખાતા કર્મચારીઓ દ્વારા પાલિકાના ફાયરફાઈટરની મદદથી માત્ર ૧૫ મિનિટમાં આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગ લગતા કમ્પાઉન્ડમાં રહેલ ઘાસ અને ઝાડી ઝાંખા બળી ગયા હતા. પાલિકાના અન્ય કોઈ સાધનોને નુકસાન પહોંચ્યું ન હતુ.