ગરબાડા તાલુકાના ગામે ૧૯ વર્ષીય યુવતીને સળગાવી દઈને મોતને ઘાટ ઉતારનાર એકને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારતા ચકચાર
અજય બારીયા,દાહોદ
દાહોદ તા.૦૩
ગરબાડા તાલુકાના રેટીયા ગામે રહેતી એક ૧૯ વર્ષીય યુવતીને વર્ષ ૨૦૧૮માં એક યુવકે પોતાના બે મિત્રોની મદદથી યુવતી સાથે અંગત અદાવત રાખી યુવતી જ્યારે પોતાના ઘરમાં સુતી હતી તે સમયે ત્યા આવી તેણીની ઉપર કેરોસીન છાંટી સળગાવી દેતા ગંભીર રીતે દાઝેલ યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ અને આ સંબંધે ગંભીર ઈજાગ્રસ્ત યુવતીએ તે સમયે સારવાર દરમ્યાન પોલીસની ઉપÂસ્થતીમાં ત્રણ યુવકો વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. આ સમગ્ર મામલે આજરોજ દાહોદ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતાં ત્રણ પૈકી એકને આ ગુન્હામાં દોષી ઠેરવી આજીવન કેદની સજા, રૂ.૭૫ હજારનો દંડનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ બીજા સહ આરોપીઓ સામે પુરાવાના અભાવે બે સહ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા. આ ઘટનામાં જેતે સમયના તપાસ કરનાર અધિકારીની લાપરવાહી સામે આવતાં તે સમયના પોલીસ અધિકારી સામે પણ ખાતાકીય તપાસનો આદેશ કરવાનો હુમક કરતાં પોલીસ બેડા સહિત કોર્ટ સંકુલમાં સન્નાટા સહિત ચકચાર મચી જવા પામ્યો છે.
વર્ષ ૨૦૧૮ દરમ્યાન તારીખ ૧૩.૦૩ના રોજ ગરબાડા તાલુકાના રેંટીગા ગામે રહેતી ૧૯ વર્ષીય લક્ષ્મીબેન અલ્કેશભાઈ બીલવાળ તે દિવસે ગામના ગારી ફળિયામાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. તે દરમ્યાન રસ્તામાં ચાલતી શાળાવાળા માર્ગે આવતાં રસ્તામાં ગામમાં રહેતા કિશન ઉર્ફે રોનક દિવેશભાઈ ભાભોરે આ લક્ષ્મીબેનને લાપટો ઝાપટો મારી, ક્યાં રખડવા ગઈ હતી, કહેતા લક્ષ્મીબેન કશું કહ્યાં વગર ઘરે જતી રહી હતી અને રાત્રીના અગીયારેક વાગ્યાના સમય દરમ્યાન પોતાના ઘરે જઈ સુઈ ગઈ હતી. આ દરમ્યાન કિશન ઉર્ફે રોનક, તેની સાથે શૈલેષભાઈ નારસીંગભાઈ માવી તથા નિતેશભાઈ ભગવાનભાઈ બારીયા ત્રણેય જણા યુવતીના ઘરે આવ્યા હતા અને કિશને પોતાની સાથે લાવેલ કેરોસીન લક્ષ્મીબેન પર છાંટી દિવાસળી ચાંપી લક્ષ્મીબેનને સળગાવી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગંભીર રીતે દાઝી ગયેલ લક્ષ્મીબેનને પરિવારજનો દ્વારા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે દવાખાને ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે તે દરમ્યાન ગંભીર રીતે દાઝેલ લક્ષ્મીબેનું નીવેદન લઈ ફરીયાદ દાખલ કરી હતી. આ ફરીયાદમાં લક્ષ્મીબેને ઉપરોક્ત ત્રણેય યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સમયગાળા દરમ્યાન સારવાર લઈ રહેલ લક્ષ્મીબેનનું મોત નીપજ્યું હતુ.
આ સમગ્ર મામલે દાહોદ સેશન્સ કોર્ટમાં કેસો ચાલતો હતો અને આજરોજના ચુકાદામાં જજ દ્વારા આરોપી કિશન ઉર્ફે રોનક દિનેશભાઈ ભાભોરને દોષી ઠેરવી અને વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આ આરોપીને ઈપીકો કલમ ૩૦૨,૪૫૨ ની સાથે ૧૧૪ મુજબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા દંડ રૂ.૭૫ હજાર અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યાે હતો. વધુમાં ઉપરોક્ત દંડની રકમમાંથી રૂ.૫૦ હજાર મૃતક લક્ષ્મીબેનની માતા રમતુબેન ભાભોરને ચુકવી આપવનો તથા ઉપરોક્ત સહ બે આરોપીઓ શૈલેષ તથા નિતેશ સામે પુરાવો ન હોવાથી શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ છે.
વધુમાં કોર્ટ દ્વારા જણાવ્યા અનુસાર, જા ઉપરોક્ત કેસમાં તપાસ કરનાર એજન્સીએ બંન્ને મદદગારીવાળા ઉપરોક્ત આરોપીઓ શૈલેષ તથા નિતેશની કાળજીપુર્વક તપાસ કરી હોત તો આરોપી શૈલેષ આ ગુનામાં જામીન પર છુટ્યો ન હોત. આ પ્રસ્તુત કેસમાં જામીન પર છુટ્યા બાદ આરોપી શૈલેષે પોતાની ગુનાહિત માનસિકતાનું પ્રદર્શન કરી દુષ્કર્મ અને હત્યાનો બીજા ગુનો પણ નોંધાયેલ છે.
આ સમગ્ર મામલે જે તે સમયે આ ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીની આ કેસ સંદર્ભે બેદરકારી તેમજ નિષ્ક્રિયતા સામે આવતાં પોલીસ અધિકારી સામે ખાતાકીય તપાસના આદેશો પણ દાહોદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
#dahod #sindhuuday
