મોટીલછેલી ગ્રામ પંચાયત ચૂંટણીનુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિ પુર્વક રીતે મતદાન પુરું
કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટીલછેલી ગ્રામ પંચાયત ચૂંટણીનુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિ પુર્વક રીતે મતદાન પુરું થયેલ છે. બુથ નં 1 મા 501 માંથી 452 બૂથ નં 2 મા 502 માંથી 458 અને બુથ નં 3 મા 417 માંથી 387 મતદાન થયેલ છે. કુલ 1420 માંથી 1297 એટલે કે 91.33% મતદાન થયેલ છે. મતદાન પુરું થયા બાદ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રૂપે ગામમાં પોલીસ પેટ્રોલીંગ ચાલુ છે.