જમીન મા ભાગ લેવાના મામલે થયેલા ઝઘડા મા હુમલો કરાયો.
સિંધુ ઉદય
વડીલો પાર્જીત જમીનમાં ભાગ લેવાના મામલે ઝાલોદ તાલુકાના સેવનીયા ગામે થયેલ ઝઘડામાં ચાર જણાએ ભેગા મળી એક વ્યક્તિ પર હિચકારો હુુમલો કરી માથાના ભાગે કુહાડીના ઘા મારી તથા શરીરે લાકડીઓના ફટકા મારી ખુન કરવાનો પ્રયાસ કર્યાનું જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સેવનીયા ગામના ગરાસીયા કુટુંબના જયેશભાઈ નાનકભાઈ, સવજીભાઈ ચુનીયાભાઈ, ચંદુભાઈ સવજીભાઈ, તથા કલ્પેશભાઈ નાનકાભાઈ વગેરે તેમના કુટુંબના ૫૫ વર્ષીય કાળીયાભાઈ સંગજીભાઈ ગરાસીયાની વડીલો પાર્જીત જમીનમાં ભાગ લેવા માટે વારંવાર માંગણી કરવા છતાં કાળીયાભાઈ ગરાસીયાએ જમીનમાં હીસ્સો ન આપતાં ઉપરોક્ત ચારે જણાઓએ ભેગા મળી કાળીયાભાઈ ગરાસીયાની જમીન પડાવી લેવાના ઈરાદાથી જયેશભાઈ નાનકાભાઈએ કાળીયાભાઈને માથામાં કુહાડીના ઘા મારી તેમજ જયેશભાઈની સાથેના અન્ય ત્રણ જણાએ કાળીયાભાઈના બંને ખભા પર તેમજ પીઠના ભાગે લાકડીઓના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ખુન કરવાનો પ્રયાસ કર્યો હતો ગંભીર ઈજાગ્રસ્ત કાળીયાભાઈ સંગજીભાઈ ગરાસીયાને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સંબંધે ગંભીર ઈજાગ્રસ્ત કાળીયાભાઈ સંગજીભાઈ ગરાસીયાએ નોંધાવેલ ફરિયાદજને આધારે લીમડી પોલિસે સેવનીયા ગામના ગરાસીયા કુટુંબના જયેશભાઈ નકાભાઈ, સવજીભાઈ ચુનીયાભાઈ, ચંદુભાઈ સવજીભાઈ તથા કલ્પેશભાઈ નાનકાભાઈ વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૦૭, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.