ઘર આગળ થી નીકળવા મામલે યુવક ને માર મારી ઈજાઓ પહોંચાડી.
સિંધુ ઉદય
દાહોદના સરઘર આવાસ રળીયાતી ખાતે ઘર આગળથી નીકળવાના મામલે એક દંપત્તીએ રળીયાતી, નવી વસાહતમાં રહેતા એક યુવકને લાકડી તથા ગડદાપાટુનો મારમારી હાથ ભાંગી નાંખી ગંભીર ઈજાઓ કર્યાનું જાણવા મળ્યું છે.રળીયાતી સરદાર આવાસમાં રહેતા પંકજભાઈ અશોકભાઈ દેવયાની(સિંધી) તથા તેની પત્ની દીપીકાબેન પંકજભાઈ જાેખાભાઈ પરમારને તું અમારા ઘર આગળથી કેમ નીકળે છે તેમ કહી બેફામ ગાળો બોલી રાહુલભાઈ પરમારનેલાકડીથી મારમારી ડાબો હાથ ભાંગી નાંખ્યો હતો તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.આ સંબંધે રળીયાતી નવીવસાહતમાં રહેતા ઈજાગ્રસ્ત રાહુલભાઈ જાેખાભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ શહેર એ. ડીવીઝન પોલિસે રળીયાતી સરદાર આવાસમાં રહેતા પંકજભાઈ અશોકભાઈ દેવયાની તથા તેની પત્ની દિપિકાબેન પંકજભાઈ દેવયાની વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

