બે અલગ અલગ ઘરફોડ ચોરી ના નાસતા ફરતા ચાર ને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ.
સિંધુ ઉદય
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી તેમજ ચાકલીયા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં આંતરરાજ્ય ચોરી કરતાં મધ્યપ્રદેશની ગેંગના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓ તેમજ આણંદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓના આઠ ગુન્હાઓમાં નાસતા ફરતાં આરોપીઓ મળી કુલ ચાર આરોપીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.દાહોદ જિલ્લાના પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઈસમો, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ, જુગારના આરોપીઓને ઝડપી પાડવા વિગેરે જેવા ગુન્હાઓને રોકવા તેમજ આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસે ઝાલોદના લીમડી તેમજ ચાકલીયા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં આંતરરાજ્ય ચોરી કરતાં મધ્યપ્રદેશની ગેંગના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતાં આરોપીઓ જેમાં રમેશભાઈ દોલાભાઈ કિશોરી (રહે. છાયણ, ચરકણી ફળિયુ, તા. થાંદલા, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ), સુનિયા ઉર્ફે સુનિલ એહમનભાઈ ચારેલ (રહે. ઝાયણી, તા. થાંદલા, જિ. ઝાબુઓ, મધ્યપ્રદેશ) અને બદામભાઈ ભીમાભાઈ કિશોરી (રહે. મોટા નટવા, જાબુડી ફળિયું, તા. ફતેપુરા, જિ.દાહોદ) નાને ઝડપી પાડ્યાં હતાં અને આણંદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં આઠ ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી દિપાભાઈ ઉર્ફે દિપો બાબુભાઈ દહમા (રહે. ઘુટીયા, નિશાળ ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

