લીમડી પો.સ્ટે વિસ્તારના મોટી હાંડી ગામે થી દારુનો જથ્થો ઝડપાયો 27936 નો ઇંગ્લીશ તેમજ બિયરનો મુદ્દામાલ ઝડપાયો.
પંકજ પંડિત ઝાલોદ
લીમડી પો.સ્ટે વિસ્તારના મોટી હાંડી ગામે થી દારુનો જથ્થો ઝડપાયો 27936 નો ઇંગ્લીશ તેમજ બિયરનો મુદ્દામાલ ઝડપાયો ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના પો.સ.ઇ એમ.એફ.ડામોર તેમજ સે.પોલીસ.સ.ઇ ખરાડી તથા અન્ય પોલિસ સ્ટાફના માણસો લીમડી નગરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી બાતમીના આધારે રહેણાંક વિસ્તારમાં મોટીહાંડી ગામેથી 27936 રુપિયાનો વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ મળી આવેલ હતી. લીમડી પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી નાશી ગયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.


