કપડવંજ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલાયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

કપડવંજ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલાયો કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સર્વેલન્સના માણસોને પેટ્રોલીગ તથા વાહન ચેકીંગ દરમ્યાન  નદી દરવાજા આગળ વાહન ચેકીગ કરતા હતા તે વખતે એક ઇસમ મોટરસાઇકલ લઇ આવતા જે શંકાસ્પદ જણાતા તેને રોકી તેની પુછપરછ કરતા જેણે પોતાનુ નામ આસીકભાઇ નિયાઝભાઇ ખલીફા ઉ.વ.૩૬ રહે.કટારીયા આરા નદી દરવાજા પાસે મુ.તા.કપડવંજ જી ખેડાનો હોવાનુ જણાવેલ અને શંકાસ્પદ ઇસમની અંગજડતી કરતા તેની પાસેથીસોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આવતા કપડવંજ શહેર તથા બાલાસિનોર પોલીસ સ્ટેશનની હદમા ચોરીકરેલાની કબુલાત કરેલ પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂ.૧ લાખ મળી કુલ કિ.રૂ.૧ લાખ ૯૦ હજાર ૫૦૦ મુદામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: