ઘાનપુર તાલુકા ના લુખ્ખડીયા ગામ ના જંગલ માથી અજાણી મહીલા ની લાસ મળી આવતા પંથકમાં ચકચાર
અજય બારીયા,દાહોદ
દાહોદ તા.3
*.. અજાણી મહિલાની લાશ ક્યાંથી આવી અને કોની જેવા અનેક સવાલ
*.. મરણ જનાર મહિલા ની હત્યા કે પછી આત્મહત્યા જેવા અનેક સવાલ
*.. સ્થાનિક ગામના સરપંચ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ
ધાનપુર તાલુકાના લુખડીયા ગામના જંગલમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર
ધાનપુર તાલુકાના લુખડીયા ગામના જંગલમાં આજરોજ ગામના ગ્રામજનો જંગલ તરફ ગયા હતા ત્યારે કંઈક દુર્ગંધ આવતા તે તરફ જંગલમાં જોતા ત્યાં એક મહિલાની લાશ પડી હોવાનું જણાવેલ છે જેથી ગ્રામજનો દ્વારા ગામના સરપંચ ને આ બાબતે જાણ કરતા સરપંચ સહિત અન્ય ગ્રામજનો જંગલમાં દોડી આવેલ અને અજાણી મહિલાની લાશ પડી હતી તે જોઈ ગામના સરપંચે આ બનાવ અંગે ધાનપુર પોલીસને જાણ કરતા ધાનપુર પોલીસ લુખડીયા ગામના જંગલમાં પહોંચી ગઈ હતી જ્યાં મહિલાની લાશ જોતા મહિલાની લાશ ત્રણથી ચાર દિવસ અગાઉ ની પડી હોવાનું લાશ જોતાં જણાય આવેલ જેથી લાશને પીએમ અર્થે ધાનપુર પી એચ સી માં મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં આ લાશનું પીએમ થયા પછી સાચી હકીકત જાણવા મળશે કે આ મહિલાએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરી તેની લાશને ફેંકી દેવામાં આવી છે ત્યારે હાલમાં આ વિસ્તારમાં આ લાશ કોની હશે અને મહિલા ક્યાં ની હશે તેવા અનેક સવાલ સાથે પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને હાલ માં આ બનાવ ને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે ત્યારે આ મહિલા ક્યાની હસે અને તેની સાથે સુ બનાવ બનવા પામ્યો હસે તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે જેથી પોલીસ પણ આ લાશ નું પી એમ થયા પછી સાચી હકીકત બહાર આવે તેમ છે ત્યારે પોલીસ સાચી દિશા માં તપાસ કરશે ખરી તે જોવાનું રહ્યું.
#dahod #sindhuuday

