દાહોદ ભગિનીસમાજ સામે આવેલ નગીના મસ્જિદનું દબાણ હટાવી દેવાયુ
નીલ ડોડીયાર
દાહોદ નગીના મસ્જિદનું દબાણ હટાવી દેવાયુ
દાહોદ સ્ટેશન રોડ ઉપર નેહરુ બાગ પાસે આવેલ મસ્જિદ નું દબાણ દૂર કરાયું
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતી દબાણ ની કામગીરીના બીજા તબક્કામાંદાહોદમાં આજે વેહલી સવારે 4.30 કલ્લાકે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે નગીના મસ્જિદનું દબાણ દૂર કરવામાં આવ્યું મસ્જિદ કમિટીનો દાવો હતો કે જગ્યા એમની છે જેમાં મસ્જિદ બની છેપરંતુ તેઓ કોઇ પણ પુરાવા રેવન્યુ ઓફિસમાં કે હાઇકોર્ટમાં લીગલ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહિ નગીના મસ્જિદ કમિટી નો દાવો હતો કે મસ્જિદ અમારી છે પણ કેવી રીતે આવ્યા તેના કોઈ લીગલ પુરાવા તેઓ કોઈ પણ સ્થળ ઉપર આપી શક્યા નથીઅને જેના કારણે આ દબાણ સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યું હતુંદાહોદના સ્ટેશન વિસ્તારમાં જ્યાં મસ્જિદનું દબાણ દૂર કરાયું હતું તે વિસ્તારમાં ટુ લેયર સિક્યોરિટી રાખી અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મસ્જિદનું દબાણ તોડી પાડી હતી આ દબાણ હટાવવા ની કામગીરીમાં 450 પોલીસ જવાન નો કાફલો સાથે 20 પોલીસ અધિકારીઓ તેમજ દાહોદ SDM એન.બી.રાજપૂત અને ASP બાંગારવા અને ચીફ ઓફિસર વાઘેલા આ આખી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતાઅને આ નગીના મસ્જિદનું દબાણ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં દૂર કરવામાં આવ્યું હતું.


