નડિયાદના રહીશને લોની લાલચ આપી  રૂપિયા ૨૦.૯૯૯ પડાવ્યા.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદના રહીશને લોની લાલચ આપી  રૂપિયા ૨૦.૯૯૯ પડાવ્યા નિડયાદ પીજ રોડ ઓમપાર્ક કોમ્પલેક્ષમાં રહેતા અમીતભાઈ રજનીકાન્તભાઈ જોષી જે ડાકોર એસટી ડેપોમાં ફરજ બજાવે છે. તા.૩ એપ્રિલ ૨૩ના રોજ તેમના ફોનમાં ધની ફાઈનાન્સમાંથી ધર્મેન્દ્રભાઈ બોલું છું તમારે લોન માટે કોઈ એપ્લાય છે. તેમ કહેતા તેમનેલોનની જરૂર હોય તેમણે વાતચીત કરતા સામેની શખ્સે આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકની પાસબુકનો ફોટો વોટ્સઅપ પર મંગાવ્યા હતા. અને તમારી ત્રણ લાખ રૂપિયાની લોનપાસ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું. તમારે પ્રોસેસીંગ ફી પેટે રૂ. ૭૫૦ આપવાના રહેશે તેમ કહું હતું. અને  અમીતભાઈએ રૂપિયા ચૂકવ્યા હતા જેથી તેણે એપ્રુવલ લેટર અનેએગ્રીમેન્ટ પેપર મોકલી આપ્યા હતા. ત્યારબાદ ફરીથી રૂ.૩ હજાર ૧૯૯, બાદ જીએસટી પેટે રૂ.૭ હજાર ૫૦૦, અનેફરીથી રૂ.૯ હજાર ૫૫૦ ટ્રાન્સફર કરાવીકુલ રૂ.૨૦ હજાર ૯૯૯ ટ્રાન્સફર કરાવ્યાહતા. એન.ઈ.એફ.ટી.ચાર્જ પેટે રૂ.૧૬ હજાર ૫૦૦ની માંગણી કરતાં અમીતભાઈએ બેંકોમાં પૈસા ટ્રાન્સફર બાબતે ચાર્જ લાગતો નથી. તમે જે લોન પાસ કરો છો તેમાંથી રૂપિયા કાપી લેજો તેમ કહેતા સામેની વ્યક્તિએ રૂપિયા ટ્રાન્સફરકરવા દબાણ કર્યું હતું. બીજા દિવસે ફોન કરી અડધા રૂપિયા ટ્રાન્સફર કરી દેવાનું કહેતા પોતે ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યાનું જાણ થતાં  અમીતભાઈએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદનોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!