ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખાના ઇન્ચાર્જ APO બળવંત લબાના એ આચરેલા ભ્રષ્ટાચારની રજૂઆતો ની સ્ટેટ વિજિલન્સ ની ટીમે તપાસ હાથ ધરી.
સિંધુ ઉદય
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખાના ઇન્ચાર્જ APO બળવંત લબાના એ આચરેલા ભ્રષ્ટાચારની રજૂઆતો ની સ્ટેટ વિજિલન્સ ની ટીમે તપાસ હાથ ધરી.ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ APO બળવંત લબાના એ ફતેપુરા તાલુકાની 95 ગ્રામ પંચાયતોના વિવિધ 6011 કામ માટે કરોડો રૂપિયા ચા પાણી પેટે ઉઘરાવ્યા હોવાની રજૂઆત ફતેપુરા મનરેગા કામદાર યુનિયન દ્વારા સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી તેમજ વાંગડ ગામના અરજદાર દ્વારા પણ આ APO સામે 5 કામો માટે રૂપિયા 95000 ચા પાણીના લીધા હોવાના આક્ષેપોની રજૂઆતો સ્થાનિક થી લઈને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી.આ ભ્રષ્ટાચાર બાબતની ગુજરાત સરકાર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને આ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના ઇન્ચાર્જ APO બળવંત લબાનાએ આચરેલા ભ્રષ્ટાચારની રજૂઆતોની તપાસ માટે સ્ટેટ વિજિલન્સ ની ટીમને ફતેપુરા ખાતે મોકલવામાં આવી છે અને હાલમાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે સ્ટેટ વિજિલન્સ ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચાર બાબતે નિષ્પક્ષ ન્યાયી અને તલસ્પર્શથી તપાસ કરવામાં આવશે અને આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.